મેંદરડા : સફાઇ કામદારો ને સેવાભાવી ડો.બાલુભાઈ કોરાંટ દ્વારા રેઈનકોટ આપવામાં આવ્યા

મેંદરડા ગ્રામ પંચાયતના સફાઇ કામદારો ને સેવાભાવી ડો.બાલુભાઈ કોરાંટ દ્વારા રેઈનકોટ આપવામાં આવેલ
જુનાગઢ જીલ્લા બીજેપી કિસાન મોરચાના ઉપપ્રમુખ અને શ્રી લોક કલ્યાણ સમિતી ના પ્રમુખ ડો.બાલુભાઈ કોંરાટ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ જેમાં મેંદરડા ગ્રામ્ય પંચાયત વિભાગ ના સફાઈ કામદારોને બિરદાવી તેવોને ચોમાસું સીજન માં અતિભારે વરસાદ વરસતો હોય અને તેમાં મેંદરડા ના સફાઈ કામદારો વરસતા વરસાદ મા પણ ભીંજાઈ ને પણ તેનું કાર્ય નિષ્ઠા પૂર્વક કરતા રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિ જોય ડો.બાલુભાઈ કોરાંટ એ નજરે નિહાળી જેથી તેમના મનમાં વિચાર આવ્યો કે આપણા માટે આ સફાઈ કામદારરો વરસતા વરસાદ મા પણ પોતાનુ કાર્ય કરી રહ્યા છે તો આપણે સફાઇ કામદારો માટે કંઈક કરવું જોઈએ અને તેજ વિચારો નુ અમલીકરણ કરી મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ જે.ડી.ખાવડુ અને સફાઈ કામદાર સુપરવાઇઝર વિરેનભાઈ ભટ્ટ પાસે થી માહિતી એકત્રિત કરી આશરે ૨૭ ભાઈઓ અને ૧૧ બહેનો સહિતનાઓ તમામને સારી ક્વોલિટી ના રેઇનકોટ નુ વિતરણ કરવામાં આવ્યું જે બાબતે બાબત તેમના ધર્મપત્ની ભાનુબેન કોરાંટ ને જણાવેલ તે બાબતે તેણે પણ સહમતી આપી અને કાર્ય પૂર્ણ કર્યું
આ તમામ આશરે ૩૮ કરતાં વધુ સફાઈ કામદારોને તાત્કાલીક બહેનો તથા ભાઈઓ ને રેઇનકોટ શ્રીમતી ભાનુબેન તથા ડો.બાલુ ભાઇ કોરાંટ,મેંદરડા સરપંચ જે.ડી મ.ખાવડુ તેમજ જિલ્લા એક્તા પત્રકાર પરિષદ સંગઠન મહામંત્રી કમલેશભાઈ મહેતા સભ્ય પરસોતમભાઈ ઢેબરિયા,નાગજીભાઈ ગેવરીયા,રવિભાઈ લક્કડ,રાજુભાઈ પાઘડાર,કાનભાઇ પરમાર સહિતનાઓ ના હસ્તે રેઈનકોટ વિતરણ કરી આપવામાં આવેલ
આ કામગીરી થી સફાઈ કામદારો ના ચહેરા પર ખુબ ખુશી અને હર્ષ ની લાગણી જોવા મળી હતી અને તમાંમ લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300