ધ્રોલ તાલુકા હેલ્થ કચેરી ખાતે ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ”

તારીખ 5/7/23 ના ધ્રોલ તાલુકાના વિસ્તારના કુલ-22 જેટલા જરૂરીયાત મંદ ટી.બી.ના દર્દીઓને ક્ષય રોગ નિર્મૂલન કાર્યક્રમ અન્વયે નયારા એનર્જી કંપની દ્વારા પોષણયુક્ત ન્યુટ્રીશન કીટ આપવામાં આવેલ કીટ મા મલ્ટી ગ્રેન આટા, મગ ફાડા,ગોળ, સીંગ તેલ બોટલ,ચણા, બાસમતી ચોખા જેવા પોષણ યુકત ખાદ્યપદાર્થો નો સમાવેશ કરવામાં આવ્યો હતો જેનું વિતરણ જિલ્લા ક્ષય અધિકારી ડો.પી.એન.કન્નર, મેડિકલ ઓફિસર ડો ધીરેન પીઠડિયા અને તાલુકા હેલ્થ ઓફિસર-ધ્રોલ ડો.અલ્તાફ એચ.વૈસ્નાનીના માર્ગદર્શન હેઠળ તાલુકા ટી.બી.સુપરવાઇઝર નિકુંજભાઈ અને તાલુકા ટી.બી લેબ સુપરવાઇઝર દર્શનાબેન દ્વારા કરવામાં આવેલ અને તમામ દર્દીઓને ટીબીના રોગથી કઈ રીતે બચી શકાય તેમજ ટીબીના લક્ષણો શું હોઈ તે અંગેની વિગતવાર માહિતી આપવામાં આવેલ.
રીપોર્ટ,મનોજ રાવલ ધનસુરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300