રાધનપુર: કેન્સરગ્રસ્ત દર્દીને બ્લડની જરૂરિયાત ઊભી થતાં 12 યુવાનો એ વડોદરા જઈ રક્તદાન કર્યું

રાધનપુર: કેન્સરગ્રસ્ત દર્દીને બ્લડની જરૂરિયાત ઊભી થતાં 12 યુવાનો એ વડોદરા જઈ રક્તદાન કર્યું
Spread the love

રાધનપુર: કેન્સરગ્રસ્ત દર્દીને બ્લડની જરૂરિયાત ઊભી થતાં રાધનપુર સમીના 12 યુવાનોએ વડોદરા જઈ રક્તદાન કર્યું

વરસાદી વાતાવરણ વચ્ચે પણ યુવાનો પહોચ્યા રાધનપુરથી વડોદરા: સ્વ ખર્ચે 250 કિલોમીટર દૂર વડોદરા જઈ રક્તદાન કરી માનવતા નું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું

પાટણ જિલ્લા નાં વઢીયાર પંથક એટલે કે રાધનપુર તાલુકો સમી તાલુકો ના યુવાનો માં રક્તદાન પ્રત્યે જાગૃતતા જોવા મળી રહી છે. રાધનપુર પંથકના એક દર્દીને વડોદરા ખાતે હોસ્પિટલમાં રક્તની જરૂરિયાત ઊભી થતા સમી અને રાધનપુર થી યુવાનો વડોદરા પહોંચ્યા હતા અને રક્તદાન કરી પ્રેરણાદાઈ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ક્ષત્રિય ઠાકોર સમાજ ના રાધનપુર અને સમી તાલુકાના યુવાનોએ કેન્સર પીડિત દર્દીને રક્તદાન કરી અને યુવાનો માટે પ્રેરક બની પહેલ કરી સરાહનીય અને સેવાકીય પ્રવૃત્તિ કરી છે જેને લઈને વિસ્તાર નાં લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.

રાધનપુર ના બિસ્મિલ્લા ગંજના ઠાકોર સમાજના કેન્સર પીડિત યુવાન ભરતજી મફાજી ઠાકોર વડોદરાની મુનિ સેવા આશ્રમ કેન્સર હોસ્પિટલમાં બે મહિનાથી દાખલ છે તેમને સારવાર માટે ૧૨ બોટલ બ્લડની જરૂર પડતાં વતન થી આટલે દૂર વડોદરા બ્લડ વ્યવસ્થા કઈ રીતે કરવી તે અંગે પરિવારજનો તથા સંબંધીઓ મૂંઝવણમાં મુકાયા હતા.આ વાતની જાણ વઢિયાર પંથકના ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનોને જાણ થતા તેઓએ રક્તદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને સ્વ ખર્ચે 250 કિલોમીટર દૂર વડોદરા જઈ રક્તદાન કરી માનવતા નું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાટણ જિલ્લા નાં વઢિયાર પંથકના યુવાનોએ વરસાદી વાતાવરણ વચ્ચે પણ રાધનપુર થી વડોદરા પહોચ્યા હતા અને વડોદરા જઈ રક્તદાન કર્યું હતું અને રક્તદાન ની સાથે સાથે આ યુવાનોએ પીડિતના પરિવારને ૨૧૩૦૨ રૂપિયાની આર્થિક મદદ કરી સમાજમાં નમૂનારૂપ દાખલો બેસાડ્યો છે. રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી યુવાનોના આવા પ્રેરણાત્મક કાર્યની સરહના કરી હતી તો બીજી તરફ આ કાર્ય જોઈને રાધનપુર સમી તાલુકા નાં લોકોએ આ યુવાનો ને ફોન મારફતે અને સોશિયલ મીડિયા મારફતે અભિનંદન પાઠવ્યા હતાં.

રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230709-WA0025-0.jpg IMG-20230709-WA0027-1.jpg IMG-20230709-WA0026-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!