ગોધરા ખાતે ભારત રક્ષા મંચનો અભ્યાસ વર્ગ યોજાયો

ગોધરા : ભારત રક્ષા મંચ દ્વારા દેશના દરેક રાજ્યમાં અભ્યાસ વર્ગ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે આજરોજ ગોધરા ખાતે આણંદ વિભાગનો અભ્યાસ વર્ગ રાખવામાં આવેલ હતો. વર્ગ મા દાહોદ અને પંચમહાલ જિલ્લા ના સંયોજક રાજેશ પરીખ, પંચમહાલ જિલ્લા પ્રમુખ મનોજ પટેલ, ગોધરા શહેર પ્રમુખ પંકજ સોલંકી દ્વારા તેમના પદાધિકારીઓ ને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રાખેલ હતાં.
આ અભ્યાસ વર્ગમાં આખીલ ભારતીય સંત સમિતિ ના ઉપાધ્યક્ષ મહંત ઇન્દ્રજીતજી મહારાજ, રાજસ્થાનથી પધારેલ ભારત રક્ષા મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પશ્ચિમ ક્ષેત્ર સંગઠન પ્રમુખ લક્ષ્મીનારાયણ શર્મા, ગ્વાલિયરથી પધારેલ વિધી પ્રકોષ્ટના રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ ગાયત્રીદેવી સુર્વે, ગુજરાત પ્રાંત પ્રમુખ ઇલેવાન ઠાકર, પ્રાંત સંગઠન પ્રમુખ ભગવાન ઝા, પ્રાંત મહામંત્રી પ્રશાંત પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં. આ વર્ગ મા પધારેલ મહાનુભાવો દ્વારા ભારત માતા, શિવાજી મહારાજ, ડો. હેડગેવાર અને ગુરુજી ના ચિત્ર પર માલ્યાર્પણ કરી દીપ પ્રાગટય કરવામાં આવેલ અને અધિવેશન ગીત ના ગાન સાથે વર્ગ ની શરૂઆત કરવામાં આવી હતી. લક્ષ્મીનારાયણ શર્મા અને ભગવાન ઝા દ્વારા ઉપસ્થિત નવીન કાર્યકર્તાઓનો વર્ગ લેવામાં આવેલ હતો.