જંત્રીના ડબલ ભાવ વધારા સામે જાગૃતિ સરપંચ નો વિરોધ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

જંત્રીના ડબલ ભાવ વધારા સામે જાગૃતિ સરપંચ નો વિરોધ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
Spread the love

લાઠી તાલુકાના શાખપુર ગામે પ્રાંત કચેરી ખાતેથી જંત્રીના ભાવ વધારાના બાબતે ટીમ આવી હતી જેમાં શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા નવા વઘારેલા જંત્રીના ભાવ નો સખત વિરોધ કરવામાં આવ્યો હતો ૨૦૧૧ ના ભાવ મુજબ જંત્રી લાઠી તાલુકામાં સૌથી વધારે શાખપુર ગામની હતી જેથી સરપંચશ્રીએ જણાવેલ કે અત્યારે ડબલ કરવામાં આવે તો તે અમને આમ આદમી ને પોંચાઈ શકે તેમ નથી જેથી શાખપુર નો જંત્રી વધારો દસથી પંદર ટકા કરવા માંગણી કરી હતી ખેડૂતોને જમીન આમ આદમીને પ્લોટ અથવા મકાન આ જંત્રીના ભાવ વધારા પ્રમાણે દસ્તાવેજ પોસાય નહીં જેથી ગુજરાત સરકારમાં રજૂઆત કરી અને શાખપુર નો જંત્રીનો ભાવ વધારો ડબલ ન થાય અને માત્ર ૧૦ થી ૧૫ ટકાનો વધારો કરવામાં આવે તેવી માંગણી શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા કરવામાં આવી છે જંત્રીનો આ ડબલ ભાવ વધારો નો સખત વિરોધ નોંધાયો હતો અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની પણ આવેલ ટીમને જણાવ્યું હતું જેથી શાખપુરની ઊંચી જંત્રીના ભાવ ૨૦૧૧ ની તુલનામાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો કરવા સાંસદ શ્રી અને ગુજરાત સરકારને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG-20230718-WA0058.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!