1953 માં સ્થાપીત શિશુવિહાર બાલમંદિરના ઉપક્રમે 80 મા અનુભવ તાલીમ વર્ગનો પ્રારંભ

1953 માં સ્થાપીત શિશુવિહાર બાલમંદિરના ઉપક્રમે 80 મા અનુભવ તાલીમ વર્ગનો પ્રારંભ
Spread the love

ભાવનગર શિશુવિહાર વર્ષ 1953 માં સ્થાપીત શિશુવિહાર બાલમંદિરના ઉપક્રમે 80 મા અનુભવ તાલીમ વર્ગ નો પ્રારંભ થયો છે
ગિજુભાઈ બધેકા ના વિદ્યાર્થીની તથા ગાંધીજી ની ઉપસ્થિતિમાં સાબરમતી આશ્રમમાં બાલમંદિરનું સંચાલન કરતાં ભાવનગરના બાળ શિક્ષક શ્રી મોંઘીબેન બધેકા ની પ્રેરણાથી ચાલતા અનુભવ તાલીમ વર્ગ અંતર્ગત પ્રતિવર્ષ બહેનોને મોન્ટેસોરી તાલીમ , સંગીત તાલીમ, ગણિત ભાષા તાલીમ, ભારતીય રમતો ની કેળવણી , પોષક આહાર અને બાળકેળવણી તેમજ હસ્ત કૌશલ્ય વિશે છ માસ દરમિયાન તાલીમ આપવામાં આવે છે… ભાવનગરના બાળકેળવણીકારોની પ્રેરક ઉપસ્થિતિમાં તારીખ 17 સોમવાર થી પ્રારંભાયેલ 80 માં વર્ગમાં હાલ પાંચ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને તેઓને વર્ષ દરમિયાન 480 કલાકની તજજ્ઞ શિક્ષક દ્વારા પ્રત્યક્ષ અને માહિતીસભર તાલીમ આપવામાં આવશે …આંબેડકર યુનિવર્સિટીના સહયોગથી યોજાતા કાર્યક્રમ બાદ તાલીમ બાદ તમામ બહેનોને બાળ શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરવાનો મોકો મળે છે . સાથો સાથ બાળ ઉછેર ની મહત્વની તાલીમ મળે છે જે નોંધનીય બને છે.. શિશુવિહાર બાલમંદિર ના ક્રમે ચાલતા આ કાર્યક્રમમાં રસ ધરાવતા બહેનોને નિમંત્રણ છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230718-WA0028.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!