પાટણ: સિદ્ધપુર GIDC માં કોમન ફેસિલિટી સેન્ટરનુ ઉદ્ઘાટન કરાયું

પાટણ : સિદ્ધપુરમાં GIDC-2 નું નિર્માણ થશે, સ્માર્ટ GIDC બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ: મંત્રી બળવંતસિંહ રાજપૂત
આજરોજ સિદ્ધપુર ખાતે GIDC માં કોમન ફેસિલિટી સેન્ટરનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનાં વરદ હસ્તે ઉદ્ઘાટન થયેલ કોમન ફેસિલિટી સેન્ટર રૂ.84.77 લાખનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, સિદ્ધપુરમાં નિર્માણ પામેલ GIDC નો સમગ્ર રાજ્યમાં આ પ્રથમ એવો હોલ છે જે 100% સરકારનાં ખર્ચે તૈયાર થયો છે. GIDC સિદ્ધપુર સંપુર્ણપણે ચાલુ છે. પાટણ જિલ્લામાં કુલ 5 GIDC છે જેમાં સિદ્ધપુરમાં હવે GIDC-2 નું નિર્માણ થવાનું છે. દરેક GIDC સ્માર્ટ બનાવવા અમે પ્રયત્નશીલ છીએ. ગુજરાત વિકાસ મોડલ છે. ભારતમાં GDP માં સૌથી વધુ 9% હિસ્સો ગુજરાતનો છે. આપ સૌ ઉદ્યોગ શરૂ કરો હું આપની સાથે છુ. અંતમાં GIDC નાં સભ્યોને મંત્રીએ કહ્યુ હતુ કે, સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે કામ કરજો.
સિદ્ધપુર ખાતે GIDC માં કોમન ફેસિલિટી સેન્ટરનાં ઉદ્ઘાટન સમયે જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, APMC પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, આગેવાન જયેશ પંડ્યા, GIDC પ્રમુખ નરેશ પટેલ, GIDC પુર્વ પ્રમુખ ભગુભાઈ પટેલ, વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ,રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300