રાધનપુર સમી પંથક મા વરસાદ: તાલુકા નાં અનેક વિસ્તારો માં ભરાયા વરસાદી પાણી

રાધનપુર વાતાવરણ માં આવ્યો પલટો ગાજવીજ પવન સાથે ધોધમાર વરસાદ,બજાર માં ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી
સમી રાધનપુર સાંતલપુર પંથક મા વરસાદ: તાલુકા નાં અનેક વિસ્તારો માં ભરાયા વરસાદી પાણી
પાટણ જિલ્લાના રાધનપુરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.વહેલી સવાર થી જ ઘેરાયેલા કાળા ડીબાંગ વાદળો વચ્ચે ગાજવીજ પવન સાથે ધોધમાર વરસાદ નું આગમન થયું હતું.રાધનપુર માં વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા જે બાદ બપોરના સમયે ગાજવીજ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં રાધનપુર પંથક માં ઠંડક પ્રસરી હતી .તો રાધનપુર માં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને વેપારીઓ મુશ્કેલી મા મુકાયા હતા. રાધનપુર બજાર માં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા ખાડા ટેકરા વાળા રસ્તાને લઇને વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા હતા .
પાટણ જિલ્લા માં સતત 2 દિવસ દરમિયાન ભારે કળઝરતી ગરમી અને બફારા બાદ આજરોજ ગાજવીજ પવન સાથે ધોધમાર વરસાદ નું આગમન થયું હતું.તો વરસાદ નાં કારણે બજાર માં ઠેર ઠેર ઘૂંટણ સમાં પાણી ભરાતા વેપારીઓ રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.પાટણ જિલ્લા નાં સમી રાધનપુર સાંતલપુર વારાહી સહિત તાલુકા નાં વિસ્તારો મા વરસાદ નું આગમન થયું હતું તો રાધનપુર પંથક મા ધોધમાર વરસાદ વરસયો હતો.
પાટણ નાં રાધનપુર સાંતલપુર સમી વારાહી સહિત તાલુકા નાં ગ્રામ્ય વિસ્તારો માં પણ વરસાદી માંહોલ જામ્યો હતો. રાધનપુર તાલુકા નાં મસાલી,સિનાડ,કલ્યાણપુરા, મોટી પીપળી, ભિલોટ સહીત નાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અને રાધનપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી જ પાણી ભરાયાં હતાં. આમ, સતત 2 દિવસ થી અસહ્ય ઉકળાટ બાદ વરસાદી માહોલથી વાતાવરણ મા ઠંડક પ્રસરી હતી અને સવાર થી જ દિવસ દરમિયાન કાળા ડીબાંગ વાદળો છવાયા હતા જે બાદ ભારે ઉકળાટ બાદ વરસાદ નું આગમન થતાં લોકો એ ઠંડક પ્રસરતા હાશકારો અનુભવ્યો હતો.
રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300