કુકાવાવ તાલુકા પેન્શનર્સ મંડળની સાધારણ સભા યોજાઈ

કુકાવાવ તાલુકા પેન્શનર્સ મંડળની સાધારણ સભા યોજાઈ
આજરોજ કુકાવાવ ખાતે ભુરખીયા મંદિર પટાંગણમાં પેન્શનર્સ મંડળના પ્રમુખશ્રી રામજીભાઈ ખૂટ ની અધ્યક્ષતામાં વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી. આ તકે અમરેલી જિલ્લા પેન્શનર્સ મંડળના પ્રમુખ શ્રી રાજુભાઇ મહેતા અને મહામંત્રી શ્રી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં ઉપસ્થિત સભ્યો વચ્ચે મંત્રીશ્રી વિઠ્ઠલભાઈ પટોળીયાએ એજન્ડા મુજબ કાર્યવાહી શરૂ કરી હતી. સભાનું કામકાજ શરૂ કરતાં પહેલાં 11 જેટલા દિવંગત પેન્શનરોને બે મિનિટના મૌન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અને આ પૈકીના ઘણાએ હોદ્દેદાર તરીકે રહીને મંડળમાં કરેલી કામગીરી યાદ કરીને બિરદાવવામાં આવી હતી.
એ પછી મંત્રીશ્રીએ ગત વર્ષોના આવક ખર્ચના હિસાબો સભા સમક્ષ મુક્યા હતા અને તેને વંચાણે લઈ બહાલી આપવામાં આવી. એ પછી કારોબારી સભ્યો માટેની વરણી કરવામાં આવી.જેમાં રામજીભાઈ ખૂંટ, વિઠ્ઠલભાઈ પટોળીયા, બાબુભાઇ માન્ડવીયા મનસુખભાઇ સાવલિયા ઉદયભાઈ દેસાઈ,વિઠ્ઠલભાઇ કોરાટ,શંભુભાઈ ખૂટ,મનસુખભાઇ ગજેરા ,કાળુભાઇ ઢોલરીયા રમેશભાઈ રૂપાવટીયા શિલાબેન દોશી,મથુરભાઈ રામાણી પસંદ કરવામાં આવેલ આ સભ્યો માંથી હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી પ્રમુખ તરીકે શ્રી ઉદયભાઇ દેસાઈ ઉપપ્રમુખ તરીકે શ્રી વિઠ્ઠલભાઈ કોરાટ મંત્રી તરીકે શ્રી શંભુભાઈ ખૂટ અને ખજાનચી તરીકે શ્રી કાળુભાઇ ઢોલરીયા સાહેબ તથા સંગઠન મંત્રી ગજેરા સાહેબની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી અધ્યક્ષ સ્થાનેથી શ્રી રામજીભાઈ ખૂટે છેલ્લા બે વર્ષ દરમિયાન કરેલી કામગીરી અને વિવિધ પ્રશ્નો ઉકેલવા માટે કરેલા પ્રયત્નોની વિગત આપીને સાથે સારા સ્વાસ્થ્ય જાળવવા માટેની પણ સરસ ટીપ્સ આપીને મનનીય ઉદબોધન કરેલ હતું. ત્યારબાદ અમરેલી જિલ્લા પેન્શનર્સ મંડળના પ્રમુખશ્રી રાજુભાઈ મહેતાએ ખૂબ જ ઝીણવટ ભરી રીતે પેન્શનરોના વિવિધ પ્રશ્નોને આવરી લઈને ઉદબોધન કર્યું હતું. દરેક પેન્શનરોને એક થઈ મંડળમાં જોડાવા અને એકતા ઊભી કરવા માટે હાકલ કરી હતી. પેનશનર એકતા જ પડતર પ્રશ્નો ઝડપથી ઉકલવા અસરકર્તા બને છે એમ જણાવી પેન્શનરો ની હયાતી કરાવવા તથા વારસદાર નિયુક્તિ માટેના અને મેડિકલ બિલ માટેના નિયમોની અને કાર્યવાહીની જાણકારી આપી હતી અને વ્યક્તિગત પ્રશ્નોના પણ જવાબો આપ્યા હતા. જૂન માસમાં જેઓ નિવૃત થયા છે તેમને એક ઇજાફાનો લાભ લેવા કોર્ટ પિટિશનમાં જોડાવા સમજ આપી હતી. તેમની સાથે જિલ્લાના મહામંત્રી શ્રી સોરઠીયાભાઈ પણ જોડાયા હતા. કાર્યક્રમના અંતે નવ નિયુક્ત પ્રમુખ શ્રીઉદયભાઇ દેસાઈએ પૂર્વ પ્રમુખશ્રી અને મંત્રીશ્રીની તથા હોદ્દેદારોએ કરેલી કામગીરીની પ્રશંસા કરી તેમની નિષ્ઠાને બિરદાવી બધા જ સભ્યો વતી ઋણસ્વીકાર ભાવ વ્યક્ત કર્યો હતો.સાથે સાથે સૌ સભ્યોને ઉપસ્થિત રહેવા માટે સૌ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્થળની સુચારુ વ્યવસ્થામાં સહયોગી મનસુખભાઇ ગોંડલીયાનો આભાર માન્યો હતો .સ્વરૂચી ભોજન સાથે સૌ છુટા પડ્યા હતા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300