સમી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

સમી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
બી.એસ.એફ નિવૃત જવાનના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ ઉજવાયો.
આજરોજ સમીની પ્રેમચંદભાઈ રા પરમાર હાઈસ્કૂલ ખાતે બી.એસ.એફ ના નિવૃત જવાનના અધ્યક્ષ સ્થાને, શાળાના આચાર્ય,શિક્ષક પરિવાર તેમજ બાળકોની હાજરીમાં વસુધાને વંદન,શહીદ વીરોને શ્રદ્ધાંજલિ,ધ્વજવંદન તથા રાષ્ટ્રગાન તેમજ માટીના જતન માટેના સંકલ્પ લેવા,વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા.
કાજલ દેસાઈ એ દેશ ભક્તિ ગીત,મહિરા ફકીરે મેરી મિટી મેરા દેશ અને અશ્વિન ભાઈ કડિયા પ્રાસંગિક પ્રવચન આપ્યુ હતું.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી સંજયભાઈ પટેલ,સંજયભાઈ ઠાકોર,વિપુલભાઇ પટેલ,મહેબૂબભાઈ સિપાઈ,સાહિલ કુમાર વિરતિયા,બાલસંગજી ઠાકોર,જાસ્મિનબેન શેખ,ભાર્ગવભાઈ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા એ કર્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300