પાટણ: સરસ્વતીના સાંપ્રા ગામે તાલુકા કક્ષાના 77 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ

પાટણ: સરસ્વતીના સાંપ્રા ગામે તાલુકા કક્ષાના 77 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ
Spread the love

સરસ્વતીના સાંપ્રા ગામે તાલુકા કક્ષાના 77 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી

સમગ્ર ભારત દેશ અત્યારે આઝાદીના અમૃત કાળમાંથી પસાર થઈ રહ્યો છે જેમાં ભારત દેશને આઝાદી મળ્યાને ૭૬ વર્ષ ઉપરાંતનો સમયગાળો પૂર્ણ થયો છે ત્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશભરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ જેવા અનેક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ૧૫ મી ઓગસ્ટના દિવસે આઝાદીના ૭૭ માં સ્વતંત્રતાના પાવન પર્વે સરસ્વતી તાલુકાના સાપ્રા ગામમાં ઉત્સાહભેર મોટીસંખ્યામાં ગામના આગેવાનો, અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પર્વ ની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરસ્વતી તાલુકાના ઇન્ચાર્જ મામલતદાર શ્રી મહેન્દ્રભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી સી.બી લીમ્બાચીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એમ.બી મકવાણા, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, વન વિભાગમાંથી વિષ્ણુભાઈ દેસાઈ, કર્મચારીશ્રીઓ, શિક્ષકો, ગામના આગેવાનો, વડીલો તેમજ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સરસ્વતી તાલુકાના ઇન્ચાર્જ મામલતદાર શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તેમજ સરસ્વતી તાલુકાની વિવિધ સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓની વાત પોતાના વક્તવ્યમાં વણી લીધી હતી.

આઝાદીકા અમૃત મહોત્સવ અને મેરી માટી મેરા દેશ અંતર્ગત શ્રી પટેલે જણાવ્યું હતું કે દેશના વીર જવાનોને યાદ કરવા તેમજ દેશની માટીનું ઋણ અદા કરવા માટે મારી માટી, મારો દેશ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્યકક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાની તમામ ગ્રામપંચાયત અને પ્રાથમિક શાળાઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી બની સુંદર કર્યક્રમ કરેલ.

સાંપ્રા અને માદેવપુરા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સરસ્વતી તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોનું પણ આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મહેન્દ્રભાઈ મકવાણા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હસ્તે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્રથી સન્માનિત કરવામાંં આવ્યા હતા. તેમજ મામલતદાર સાહેબ શ્રી સરસ્વતી દ્રારા વન વિભાગ શ્રી વિષ્ણુભાઈ દેસાઈ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ને સરસ્વતી તાલુકા માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સમ્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું,સાંપ્રા પ્રાથમિક શાળાની વિવિધ સિદ્ધિઓમાં અગ્રેસર રહેનાર વિદ્યાર્થીઓનુ પણ આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના અંતે મહાનુભાવો ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ તેમજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના વન વિભાગ પાટણ દ્વારા પ્રસાદીરુપે મહાનુભાવો ના હસ્તે લોકોને રોપા નું વિતરણ કરાયું હતુ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભાટસણ શાળાના શિક્ષક શ્રી નિલેશ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ,રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230815-WA0290-2.jpg IMG-20230815-WA0288-0.jpg IMG-20230815-WA0289-1.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!