સાંતલપુર રણની અંદર મીઠું પકવતા અગરિયા પરેશાન

સાંતલપુર રણની અંદર મીઠું પકવતા અગરિયા પરેશાન: અભ્યારણ ના અધિકારીઓ વન વિભાગની આડેસર ઓફિસર ના મળી આવતા પરેશાની
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અને આડેસર વિસ્તારના રણની અંદર અગરિયાઓ મીઠું પકવવાનો ધંધો કરી પોતાની રોજી રોટી રડી રહ્યા હોય છે. તેવા સમયે અભ્યારણના અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે લોકોને અભ્યારણ ની અંદરથી યાદી આપવામાં આવે તે લોકોને રણની અંદર પ્રવેશ કરવો તેવા સમયે અગરિયાઓ છેલ્લા દસ દિવસથી આડેસર ખાતે આવેલ અભ્યારણ વન વિભાગની ઓફિસ ખાતે દરરોજ ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ અધિકારીઓ ના મળતા મીઠું પકવતા ગરીબ અગરિયાઓની હાલત કફોડી બની છે. અગરિયાઓ દ્વારા જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ ફોન પણ ના ઉપાડતા હોય કે રૂબરૂ ઓફિસમાં મળતા ના હોય તેને લઈને અગરીયા ભારે પરેશાની નો સામનો કરી રહ્યા છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300