રક્ષાબંધનનની શુભેચ્છાઓઃ અખંડ તાંતણે ગુંથાયો, ભાઈબહેનનો પ્રેમ

રક્ષાબંધનનની શુભેચ્છાઓઃ અખંડ તાંતણે ગુંથાયો, ભાઈબહેનનો પ્રેમ
‘’કાચા સુતરના તાંતણે બંધાયેલો ભાઈ-બહેનનો પાક્કો પ્રેમ.’’
આજે રક્ષાબંધન છે. ભાઈ બહેનનો દિવસ. આખું વર્ષ મીઠી લડાઈ-ઝઘડો કર્યા બાદ એક દિવસ એવો આવે છે જે ભાઈ-બહેનના પ્રેમનો દિવસ છે. રક્ષાબંધન એટલે ન માત્ર રેશમની રાખડી બાંધીને ભાઈ પાસેથી ભેટ લેવાનો તહેવાર. રક્ષાબંધન એ તો ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે. આજનો દિવસ ભાઈ-બહેનના પ્રેમને એક રેશમના અતુટ ધાગાથી બાંધે છે.
ભાઈ-બેનના પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન…ભાઈ પ્રત્યે બેનની શુભેચ્છા એટલે રક્ષાબંધન… બેનનો ભાઈ પ્રત્યેનો વિશ્વાસ એટલે રક્ષાબંધન… શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. ભાઈ-બહેનનો આ તહેવાર સુરક્ષાનું વચન લઈને આવે છે. એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.
રક્ષાબંધનનું બીજું નામ બળેવ છે. શિશુપાલને તેની ભૂલોની સજા આપવા માટે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેક્યું ત્યારે તેમની આંગળી પર પણ વાગી ગયું હતુ. ત્યારે દ્રોપદીએ આજુબાજુ કશું જોયા વિના પોતાની સાડી માંથી ભગવાન શ્રીકૃષ્ણને પટ્ટી લગાવી આપી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્રોપદીને કહ્યું કે, ધન્યવાદ બહેન તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો અને હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ અને તેમણે આ રીતે દ્રોપદીને વચન આપ્યું. જ્યારે કૌરવોએ ભરી સભામાં દ્રોપદીના ચીરહરણ કર્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન દ્રોપદીની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું. આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી. ત્યારથી જ બધી બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે.
રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે.રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300