આણંદ : એન. એસ.એસ. દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.

આણંદ લો કોલેજ અને આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝમાં એન. એસ.એસ. દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.
તારીખ 15 સપ્ટેમ્બર 2023 ના રોજ આણંદ શહેરના ટાઉનહોલ પાસે આવેલ ‘ આણંદ લો કોલેજ’ અને ‘ આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડી’ માં એન.એસ.એસ. હેઠળ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ કેમ્પસ ને સ્વચ્છ કરવા માટે વન-ડે શીબીર નુ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં આણંદ લો કોલેજના એન.એસ.એસ. કોડીનેટર તરીકે વિક્રમભાઈ જોગરાણી સાહેબ અને આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડીના એન.એસ.એસ કોર્ડીનેટર તરીકે રોનકભાઈ પટેલે સાહેબે મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ કાર્યક્રમમાં આશરે 200 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝના એન.એસ.એસ.ના અગ્રણીશ્રી રોનકભાઈ પટેલ સાહેબે પોતે જાડુ લઈ સફાઈ કામ કર્યુ હતું.જેનાથી અન્ય વિદ્યાર્થીઓને સ્વચ્છતા કરવા માટે ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું.આ કાર્યક્રમમાં આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝના આચાર્યશ્રી ડોક્ટર રેખા કુમારી સિંગ અને આણંદ લો કોલેજના આચાર્યશ્રી ડોક્ટર અમિતકુમાર રાય પરમાર સાહેબે વન-ડે કેમ્પ કરવા માટે ખૂબ જ સહકાર આપ્યો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશ માં ચાલી રહેલ જી૨૦ અને સ્વચ્છ ભારતમાં પોતાનું યોગદાન આપી સ્વચ્છતા જાળવવાનું હતું. કાય્રક્રમના અંતે વિદ્યાર્થીઓ અને કેમ્પ સાથે જોડાનાર તમામ માટે ભોજનની સુવિધા પણ રાખવામાં આવેલી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300