દેવગઢ બારીયા : કુવા ગામના યુવાનોની શિક્ષણ માટે ગણવેશ સહાયની અનોખી પહેલ.

દેવગઢ બારીયા તાલુકાનાં કુવા ગામના યુવાનોની શિક્ષણ માટે ગણવેશ સહાયની અનોખી પહેલ.
દેવગઢ બારીયા તાલુકાના કુવા ગામના સામાજિક કાર્યકર અને હર હંમેશ શિક્ષણની ચિંતા કરતા એવા અર્જુનભાઈ મણીલાલ એમના ધર્મ પત્ની ભારતીબેન અર્જુનભાઈ પટેલ તથા રાઠવા ચંદ્રકાંત ગોપાલભાઈ.એમના ધર્મ પત્ની રસીલાબેન રાઠવા આ બંને યુવાનોએ ગામની જ શાળામાં કન્યા શિક્ષણનું સ્તર સુધરે,ગામ અને ફળિયામાં શાળામાં હાજરીનું પણ વધે,બાળકો પ્રેરાઈને શાળામાં આવવા પ્રોત્સાહિત થાય અને નિયમિત શિક્ષણ લઇ ફળિયા, ગામનું શિક્ષણ વધે તે માટે અનિયમિત રહેતા બાળકોની સાથે શાળામાં આવતા નિયમિત બાળકોને ગણવેશ આપવામાં આવ્યો.જેમાં કુવા ડુંગર ફ.વર્ગ,પ્રા.શાળામાં 216 જોડ અને કુવા બોડી ડુંગરી પ્રા.શાળામાં 229 જોડ ગણવેશ દાનઆપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.અને છેલ્લે એમ પણ કહ્યું કે અમે આવનારા સમયમાં શાળાને અવારનવાર શિક્ષણની કિટની ભેટ આપતા રહીશું.અને પાયાના શિક્ષણથી ગામ અને સમાજનો વિકાસ થાય છે ત્યારે એક ગામના જાગૃત નાગરિક તરીકે શાળાને પહેલા મદદરૂપ બનવું એ આં બંને યુવાનોએ કરી બતાવ્યું.સાથે શાળાના ઉત્સાહી અને હરહંમેશ શાળા અને શિક્ષણની ચિંતા કરતા,સ્થાનિક પરિસ્થિતિ સાથે તાલમેળવી કુનેહથી શાળામાં શિક્ષણની કેડી કંડારવા સતત પ્રયત્નશીલ એવા આરિફભાઈ શેખે અને વણઝારા સાહેબ અને આં બંને આચાર્યોએ અને શાળાના સ્ટાફગણે આ બંને મહાનુભાવોનો શાળા પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કર્યો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300