દસ દિવસથી અન્નજળનો ત્યાગ કરનાર કપિરાજનું આખરે પોતાનું જીવન ટુંકાવ્યું…!

દસ દિવસથી અન્નજળનો ત્યાગ કરનાર કપિરાજનું આખરે પોતાનું જીવન ટુંકાવ્યું…!
Spread the love

દિયોદર તાલુકાના ભેસાણા ગામ ખાતે આવેલી સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ ગૌશાળામાં વર્ષોથી બે બહેનો સંસારનો ત્યાગ કરી અબોલ પશુ પક્ષીઓની અનોખી સેવા કરી રહ્યા હતા. પરંતુ જન્માષ્ટમીના દિવસે જીવદયા પ્રેમી રમાબેન દેહ છોડ્યો ત્યારે આ ગૌશાળામાં રહેતા અબોલ પશુ પક્ષીઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. આજે તેમને દેહ છોડયાને દસ દિવસનો સમય વીતી ગયો હોવા છતાં એક કપિરાજ તેમના ફોટા આગળ અન્નજળનો ત્યાગ કરી તેમની યાદમાં બેસી રહ્યો હતા તે કપિરાજનું આજે નિધન થતા આખું ગામ ભાવુક થઈ ઉઠ્યું હતું.

શારદાબેને કરી હતી પશુપક્ષીઓની સેવાની શરૂઆત…
બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ભેસાણા ગામે સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ ગૌશાળા આવેલી છે.આ ગૌશાળામાં વર્ષોથી બે બહેનો અબોલ પશુ પક્ષીઓની સેવા કરી રહ્યા છે. જેમાં મોટી બહેન શારદાબેન અને નાની બેન રમાબેન આ બંને બેન સંસારનો ત્યાગ કરી વર્ષોથી અબોલ પશુ પક્ષીઓની અનોખી સેવા કરી રહ્યા છે.

આ ગૌશાળામાં રમાબેનનો એક પ્રિય કપિરાજ…
આ ગૌશાળામાં 2500 થી વધુ ગાયો, 200થી વધુ શ્વાનો તેમજ અલગ અલગ પશુ-પંખીઓ આ ગૌશાળામાં આશ્રય લઈ રહ્યા છે. અબોલ પશુ પક્ષીઓની સાથે જીવદયા પ્રેમી રમાબેનનો એટલો પ્રેમ હતો કે આખો દિવસ તેમની આજુબાજુ આબોલ પશુ પક્ષીઓ ફરતા હતા. તેમનો ખાસ એક કપિરાજ, જે રમાબેનના ખભા પર જ બેસી રહેતો હતો.

દસ દિવસથી અન્નજળનો ત્યાગ કરનાર કપિરાજનું નિધન…
ભેસાણા ગામે આવેલી સંત શ્રી સદરામ જીવદયા ટ્રસ્ટ ગૌશાળામાં વર્ષોથી શારદાબેન અને રમાબેન અબોલ પશુપક્ષીઓની અનોખી સેવા કરતા આવ્યા છે. આ ગૌશાળામાં અબોલ પશુપક્ષીઓ સાથે અનોખો પ્રેમ કરનાર રમાબેનનું જન્માષ્ટમીના દિવસે જ અવસાન થયા બાદ જ્યારે તેમની પાલખી યાત્રા ગામમાં નીકળી ત્યારે આ ગૌશાળામાં રહેતા તમામ અબોલ પશુ પક્ષીઓની આંખો ભીની થઈ ગઈ હતી. ત્યારબાદ તેમનો ખાસ પ્રિય કપિરાજે અન્નજળનો ત્યાગ કરી તેમના ફોટાના આગળ માથું લગાવી બેસી રહ્યો હતો. જેનું દસ દિવસ બાદ નિધન થયું હતું. આ તમામ દ્રશ્ય જોઈને ગામના તમામ લોકો પણ ભાવુક થઇ ઉઠ્યા હતા.કપિરાજની પાલખી યાત્રા આખા ગામમાં ફરી તે બાદ સંત શ્રી રમાબેનની સમાધિ પાસે
તેમની સમાધિ અપાઈ હતી.

સેવાભાવી બહેનોની તૂટી જોડી…
આ ગૌશાળામાં જીવદયા પ્રેમી રમાબેનનું અવશાન બાદ આ ગૌશાળામાં શારદાબેન એકલા પડી ગયા છે. તેમને જણાવ્યું હતું કે રમાબેને દેહ છોડ્યા બાદ આ ગૌશાળામાં આશ્રય લેનારા તમામ પશુ પક્ષીઓએ ખાવાનું ઓછું કરી દીધું છે. પક્ષીઓની ચિચિયારીઓ પણ બંધ થઈ ગઈ છે. તેના પરથી સમજી શકાય છે કે, એમને રમાબેનની કેટલી મોટી ખોટ પડી હશે. પરંતુ આ મૂંગા પશુ પક્ષીઓ દિલની વાત કોને કહે? આમ, રમાબેનનો સાથ છૂટતા શારદાબેન પણ સાવ એકલા પડીને હતાશ થઈ ગયા છે. એમની આંખોમાંથી પણ આંસુ સૂકાવાનું નામ લઈ રહ્યાં નથી.

ગંગારામ ઠાકોર (બનાસકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!