અમદાવાદના ત્રાગડમાં એક સાથે 42બાળકોએ બનાવ્યા માટીના ગણેશ..

અમદાવાદના ત્રાગડમાં એક સાથે 42બાળકોએ બનાવ્યા માટીના ગણેશ..
Spread the love

પર્યાવરણની જાળવણી માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયત્ન થઇ રહ્યા છે ત્યારે ગણેશ ચતુર્થીએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપનાનું મહત્વ વધતું જાય છે. ઘરમાં અને શેરી મહોલ્લામાં હજારોની સંખ્યામાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે, એવા સમયે POP કે બીજી કોઈ સામગ્રીથી ગણપતિ નહિ બનાવતાં માત્ર માટીમાંજ ગણેશજી બનાવવા અને ઘરમાં જ વિસર્જિત કરવાના આશય સાથે આજે તુષાર પ્રજાપતિ, ડિમ્પલ પ્રજાપતિ અને અવની પટેલ દ્વારા કોઈ પણ જાતના આર્થિક વળતરની અપેક્ષા રાખ્યા વિના અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં વિશાખા ઈલીઝીયમમ ફ્લેટમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાના વર્કશોપનું આયોજન કરવાં આવ્યું. 42 જેટલા નાના બાળકો અને બહેનોએ માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા. આ ગણેશજીની સ્થાપના એમના ઘરમાં કરવામાં આવશે અને સમુહમાં સોસાયટીમાં જ વિસર્જિત કરવાંમાં આવશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!