સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે એન્જિનિયર્સ – ડે ની ભવ્ય ઉજવણી

શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલ, કલોલ, ગાંધીનગર સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે એન્જિનિયર્સ – ડે ની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ઈજનેરી તેમજ ઉચ્ચ શિક્ષણનાં ભીષ્મ પિતામહ એવા ડો. એમ એન પટેલ સાહેબ (પૂર્વ વાઈસ ચાન્સેલર, ગુજરાત યુનિવર્સીટી હાલમાં સલાહકાર, સ્વામીનારાયણ યુનિવર્સિટી) અને ડો.અપૂર્વ રાવલ(પ્રોવોસ્ટ -કે એન યુનિવર્સિટી) દ્વારા વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ વિષય પર વિવિધ પ્રસંગો અને ઉદાહરણ સહ સંબોધિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સંસ્થાના શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપદાસજી (પ્રેસિડેન્ટ), ભક્તવત્સલદાસ સ્વામી અને ભક્તિનંદનદાસ સ્વામી(વાઈસ પ્રેસિડેન્ટ)દ્વારા વિદ્યાર્થીઓને આર્શીવચન આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે એન્જિનિયર્સ ડે ને લગતા વિવિધ આયામોને આવરી લેવામાં આવ્યા હતા. વધુમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીનાં ડો.અજીત ગંગ્વાને (રજીસ્ટ્રાર) , ડો.વિજયકુમાર ગઢવી (ડીન-ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ) અને ડો.ગીતાંજલિ અમરાવત(ડીન-ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર-આઇટી) દ્વારા જણાવવામાં આવ્યું કે એન્જિનિયરિંગ ડે નિમિત્તે વિદ્યાર્થીઓને વિવિધ કાર્યક્રમો જેવા કે મોડલ પ્રેઝન્ટેશન, પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન, એન્જિનિયરિંગથીમ બેઝ રંગોલી, ફેશન શો તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમને એન્જિનિયરિંગની પરિભાષામાં રજૂ કરવામાં આવ્યા હતા.