બહુચરાજી – શંખલપુર રેલવેનાળુ અંડરપાસ પાણીમાં ગરકાવ

સમગ્ર ગુજરાત માં હવામાન વિભાગ ની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે પાટણ મહેસાણા માં પણ વરસાદ નું આગમન થતાં સતત વરસેલા વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવા પામ્યા છે.ત્યારે બેચરાજી શંખલપુર રેલ્વે નાળુ બે દિવસથી સતત પડી રહેલાં વરસાદનાં કારણે રેલવેનાળુ પાણીમાં ગરકાવ થયું છે.તંત્રની ઘોર બેદરકારીના કારણે છેલ્લા ઘણાં સમયથી સમસ્યા જોવા મળી રહી છે.જેને લઇને રેલવેનાળુ પાણીમાં ગરકાવ થવાથી શંખલપુર,ડોડીવાડા સહીત ૧૫ જેટલાં ગામોનું વાહનવ્યવહાર ખોરવાતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકો ની માંગ ઉઠવા પામી છે.