રાધનપુર : નવા અમીરપુરા ગામમાં વરસાદી પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું

રાધનપુર તાલુકાના નવા અમીરપુરા ગામના 30 કરતા વધારે મકાનમાં વરસાદી પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું
પાટણ જિલ્લાના રાધનપુરના નવા અમીરપુરા ગામના 30 કરતા વધારે મકાનમાં વરસાદી પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું છે. રાધનપુર તાલુકાના નવા અમીરપુરા (થુંબડી) ગામમાં વરસાદી પાણી ઘુસી જતા નવા અમીરપુરા ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
રાધનપુર તાલુકાના અમીરપુરા ગામમાં 30 કરતા વધારે મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા ગામ લોકોને ભારે હાલાકી નો સામનો કરવા મજબૂર બન્યા છે. પાણીના નિકાલ માટે છેલ્લા બે વર્ષ કરતા વધારે સમયથી ગામના રહીશોએ અનેકવાર તંત્રમાં રજૂઆત કરી છે. પરંતુ આજ દિન સુધી નવા અમીરપુરા ગામમાંથી વરસાદી પાણીનો નિકાલ થવા પામ્યો નથી,ત્યારે વરસાદના પાણી થી ગામમાં ઘર વખરી પલળી જવા પામી છે , એટલુજ નહિ પણ ગામમાં પશુઓ ભૂખે મરી રહ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ખેડૂતો અને ગ્રામજનો એ જણાવ્યું હતું કે ગામમાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી તેમજ ગામમાં વરસાદી પાણી ભરાઈ જતાં મકાનો માં પડી રહેલા અનાજ નાં જથ્થા સહિત ઘર વખરી પણ પલડી ગઈ છે તો બીજી તરફ ગામમાં પશુઓ પણ ભૂખે મરી રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300