અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા માઈ ભક્તોની નડ્યો અકસ્માત…

- અંબાજી હડાદ રોડ ઉપર ગમખ્યાવાર અકસ્માત લક્ઝરી બસ પલટી જતા 40 જેટલા મુસાફરોની પહોંચી
- લઝગરી બસ બસના 2 ભાગ થઈ ગયા, 30 થી વધું ઘાયલ 9 ગંભીર…
અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે શક્તિ પીઠ અંબાજીમાં હાલ ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે, ત્યારે રવિવારે બપોરે અંબાજી હડાદ માર્ગ પર ચિખલા ઘાટીમાં ખાનગી લક્ઝરી બસ પલટી જતાં 30 કરતા વધુ મુસાફરોને ઇજા થઇ છે, જયારે 9 લોકો ગંભીર જણાતા ઇજાગ્રસ્તો અને ગંભીર લોકોને અંબાજી આધ્ય શક્તિ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાના પગલે સ્થાનિક વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસ સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે અંબાજી ખાતે કણજરી નડિયાદ પાસેના ભક્તો દર્શન કરીને પરત પોતાના વતન તરફ જઈ રહ્યા હતા, ત્યારે અંબાજીથી ખેડબ્રહ્મા હાઇવે પર ચીખલા ગામ પાસે ઢાળ મા 160 નંબરના પોઇન્ટ પાસે હાઇવે માર્ગ પર પથ્થર આવી જતા લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી અને ધડાકા સાથે પહાડ સાથે અથડાઈ હતી.
અથડાયા બાદ લક્ઝરી બસના બે ટુકડા થઈ ગયા હતા.બસ ધડાકા સાથે પહાડ સાથે અથડાયા બાદ પલટી ગઇ હતી. રવિવારે બપોરે બનેલા આ બનાવ મુજબ અંબાજી હડાદ માર્ગ ઉપર ઘાટીમાં અચાનક ખાનગી લકઝરી બસ પલટી ગઇ હતી. બસ ધડાકા સાથે પહાડ સાથે અથડાયા બાદ પલટી ગઇ હોવાનું બહાર આવ્યું છે. ઘટનામાં 30 કરતા વધુ ભક્તોને ઇજા પહોંચી છે. 9 ભક્તો ગંભીર જણાતા તેમને 3 એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કણજરી ગામના ભક્ત સુનીલ પટેલએ જણાવ્યુ હતું કે અમારા કણજરી ગામના ભક્તો દર્શન કરીને પરત જતાં હતા.
મળતી માહિતી મુજબ કણજરી ગામના ભક્તો દર્શન કરીને પરત જતાં હતા ત્યારે આ બનાવ બન્યો હતો. લકઝરી પહાડ સાથે અથડાતા બસનો ઉપરનો ભાગ અલગ થઇ ગયો હતો. 40 ઇજાગ્રસ્ત મુસાફરોમાં મહિલાઓ, બાળકો અને પુરુષો સામેલ છે જેમને અલગ અલગ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની જીપોમાં અને ખાનગી કારોમાં અંબાજીઆદ્ય શક્તિ હોસ્પિટલમાં ખસેડાયા છે. મુસાફરોને નાની મોટી ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. હાલ પોલીસ અને વહિવટી તંત્ર ત્યાં પહોંચ્યું છે.40 મુસાફરો પૈકી 9 લોકો ગંભીર જણાતા પાલનપુર સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસની સુંદર કામગીરી જોવા મળી હતી. અંબાજી મંદિરના વહીવટદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પ્રતિનિધિ ગંગારામ ઠાકોર બનાસકાંઠા…