દામનગર : સામાન્ય વરસાદથી રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાય છે… કાયમી રસ્તો મળશે..?

દામનગર : સામાન્ય વરસાદથી રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાય છે… કાયમી રસ્તો મળશે..?
Spread the love

દામનગર શહેર ની આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો ના કાયમી રસ્તા મુદ્દે ગુજરાત સરકાર શ્રી મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર સમક્ષ રજૂઆત રેલવે ની જમણી તરફ રેલવે ની હદ માં આર સી સી રોડ બની શકે તો ડાબી તરફ એન એ કરવા નો પાલિકા તંત્ર નો કેમ આગ્રહ ? વારંવાર તાલુકા જિલ્લા સંકલન માં રેલવે તંત્ર તરફ થી હકારાત્મક વલણ છતાં ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો કેમ નહિ.

આર્થિક પછાત વસાહત ને કાયમી રસ્તાના હક્ક અંગે પાલિકા અધિનિયમ માં કલમ ૬૯ હેઠળ રસ્તા માટે ફરજિયાત સંપાદન સ્પષ્ટ જોવગાઈ હોવા છતાં ગણ્યા ગાંઠ્યા દબાણદારોને બચાવવા પાલિકા તંત્ર ને મજબુરી છે કે પછી મદદ ? વિકાસ વિકાસ ની આંધળી દોટ વચ્ચે પ્રાથમિક રસ્તા ની સુવિધા થી વંચિત ખોડિયારનગર માં કોઈ નું અવસાન થાય તો સ્મશાન યાત્રા રેલવે ટ્રેક ઓળગી ને કાઢવી પડે કે પછી પાણી ઉતરવા ની એક બે દિવસ રાહ જોવાની ?

બિનખેતી રહેણાંક હેતુ ના લેઆઉટ પ્લાન માં કાયમી રસ્તો હોવાનું દર્શાવ્યા પછી કાયમી રસ્તો ન હોય તો તે ગરીબ પરિવારો ને કુવા માં ઉતારી વરત કાપવા જેવી હાલત માટે જવાબદાર કોણ ? પાલિકા તંત્ર તરફથી ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો મળે તેમાં શુ વાંધો ? રેલવે અંડરબ્રિજ માં સામાન્ય વરસાદ થી પણ વરસાદી પાણી ભરાય છે આવા સમય માં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો અંતિમ યાત્રા ક્યાંથી લઈ જવી ?

પોતપોતા ના ટ્રુવહીલો વાહનો ઘર થી દુર રેઢા મૂકી ને જતા લાચાર લોકો ની મજબૂરી તો જુવો આર્થિક પછાત વસાહત અને ખેડૂતોને આવી લાચારી ક્યાં સુધી સહન કરવા ની ? વારંવાર તાલુકા જિલ્લા સંકલન રેલવે તંત્ર તરફથી રસ્તા માટે દોઢ મીટર જમીન આપવા સંમત થાય છે છતાં એક તરફ એન એ કરવા નો આગ્રહ કેમ ? બીજી બાજુ રેલવે તંત્રની મંજૂરી વગર રસ્તો બની શકે તો ખોડિયારનગર અને ખેડૂતો ને માટે કેમ નહિ ? દામનગર નગરપાલિકાની અડાવડત કે ઈરાદો ? શહેરની આર્થિક પછાત વસાહત અને ખેડૂતોને કાયમી રસ્તો મળે તેવી બુલંદ માંગ છે જાગૃત નાગરિક ભાતિયા એ મુખ્ય મંત્રી સમક્ષ વિગતે રજુઆત કરી..

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG_20230926_193547.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!