જમીન ઉપર પાથરેલી કરોડોની પાઇપ લાઈન દટાઈ ગઈ, ખવાઈ ગઈ, ખોવાઈ ગઈ, સડી ગઈ, તણાઈ ગઈ ?

- દામનગર રેલવે સ્ટેશન થી કાળુભાર પાણી પુરવઠા સુધી ઘાતરવડી ડેમ નું ટ્રેન મારફતે પાણી પહોંચાડતી એમ એસ લાઈન ગાયબ કેમ?
દામનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તાર ભીગરાડ સહિત માં તત્કાળ ઘાતરવડી ડેમ નું પાણી ઓવર હેડ પહોંચાડવા પાથરવા માં આવેલ લાઈન ક્યાં ગઈ ?લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય સહિત માં ઘાતરવડી ડેમ નું ટ્રેન મારફતે પાણી પહોંચાડવા પૂર્વ કૃષિ મંત્રી તત્કાલીન ધારાસભ્ય દ્વારા ઘાતરવડી ડેમ થી ટ્રેન મારફતે દામનગર રેલવે સ્ટેશન થી કાળુભાર પાણી પુરવઠા સુધી થી ભીગરાડ સુધી પંદર કિમિ થી વધુ લંબાઈ ધરાવતી બે ફૂટ વ્યાસ ની એમ એસ લોખડ ની લાઈન જમીન ઉપર પાથરી ને તાકીદે પાણી પુરવઠો પહોંચાડવા માટે ટેમ્પરવારી એમ એસ લોખડ ની પાઇપ લાઈન ક્યાં ગાયબ થઈ ?
જમીન ઉપર ટેમ્પરવારી પાથરવા માં આવેલ એમ એસ પાઇપ લાઈન શુ દટાઈ ગઈ ? તલાઈ ગઈ સડી ગઈ ખવાઈ ગઈ કે ખોવાઈ ગઈ ? કરોડો ની લાઈન આ તત્કાળ યોજના બાદ લાઈન સમય મર્યાદા માં પરત કેમ લેવાય નહિ ? વર્ષો સુધી પડી રહ્યા બાદ એકાએક ગાયબ કેમ ? અનેક તર્કવિતર્ક ધરાવતી ઘાતરવડી ડેમ નું પાણી પહોંચાડતી લાઈન ક્યાં તપાસ નો વિષય છે દામનગર શહેર ના રેલવે સ્ટેશન થી રેલવે ટ્રેક પાસે થી થઈ ૨૧ નાળા ના ના નદી ના પટ માં થી કાળુભાર પાણી પુરવઠા ઓવર હેડ સુધી ની લાઈન ક્યાં ? તણાઈ ગઈ ખવાઈ ગઈ ખોવાઈ ગઈ ? કે દટાઈ ગઈ ? કે સડી ગઈ ?
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા