ડુમિયાણી : પીપલ્સ વેલફેર સોસાયટી (વ્રજભૂમિ આશ્રમ) ખાતે ગાંધી જયંતી કાર્યક્રમની ઉજવણી

ઉપલેટા ના ડુમિયાણી ગામે
પીપલ્સ વેલફેર સોસાયટી (વ્રજભૂમિ આશ્રમ) ડુમિયાણી માં ગાંધી જયંતી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સંસ્થાના તમામ શૈક્ષણિક સંકુલો જેવા કે બી.આર.એસ કોલેજ બીએડ કોલેજ નર્સિંગ કોલેજ પીટીસી કોલેજ ઉત્તર બુનિયાદી, આશ્રમશાળા, આઇ. ટી.આઇ. તથા ટેકનીકલ ના તમામ કર્મચારી તથા વિદ્યાર્થીઓએ બે દિવસ તારીખ 1 અને બીજી ઓક્ટોબર ના રોજ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું તથા તારીખ બીજી ઓક્ટોબરના રોજ સમગ્ર સંસ્થામાં ગાંધી વિચાર વિષય પર વિદ્યાર્થી અને પ્રાધ્યાપક શિક્ષકો એ વક્તવ્ય આપ્યું આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મુરબ્બી શ્રી બળવંતભાઈ મણવર સાહેબ તથા ટ્રસ્ટી શ્રી સવિતાબેન મણવર સંસ્થાના તમામ યુનિટ ના પ્રિન્સિપાલ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુરબ્બી મણવર સાહેબે ગાંધીજી જીવન કથા નું મહત્વ સમજાવતા જણાવ્યું કે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેના વિચાર અને આચરણ ને આદરપૂર્વક યાદ કરવામાં આવે છે. તે મુજબ નું જીવન સમગ્ર ભારતીય નું પ્રથમ લક્ષ્ય હોવું જોઇએ. સંસ્થાના શૈક્ષણિક કર્મચારી એ ગાંધીજી ના જીવન કવન ના વિવિધ પાસાઓ ની વાત કરી હતી. પ્રાથમિક, હાઈસ્કૂલ અને કોલેજ ના વિદ્યાર્થી ભાઈ ઓ તથા બહેનો એ ગાંધીજી ના જીવન ના પ્રસંગો તથા વર્તમાન યુગ સાથે કઈ સાંકળી શકાય તે વાતો કરી. કર્મચારી અને વિદ્યાર્થી કુલ 1500 શિક્ષિતો એ બે દિવસ આ કાર્યક્રમની ઉજવણી કરી જેમાં સ્વચ્છતા અભિયાન હેઠળ સમગ્ર સંસ્થાની સફાઈ ને પ્રાધાન્ય આપ્યું હતું કારણકે ઉત્તમ કાર્ય ની શરૂઆત પ્રથમ ઘર થી જ કરવી જોઈએ તેમ ગાંધીજી માનવું હતું.
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300