અરવલ્લી જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા તરીકે ડો. વનરાજ ડામોરના નામની અટકળો તેજ બની…

અરવલ્લી જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા તરીકે ડો. વનરાજ ડામોરના નામની અટકળો તેજ બની…
Spread the love

અરવલ્લી જિલ્લા પંચાયતમાં પહેલા અઢી વર્ષના ટર્મ માટે વિપક્ષના નેતા તરીકે મહિલા ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે બીજા અઢી વર્ષના ટર્મ માટે વિપક્ષના નેતા તરીકે પુરુષ ઉમેદવારની શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે કોંગ્રેસી કાર્યકરોમાં અરવલ્લી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના એક માત્ર પુરુષ સદસ્ય ડો. વનરાજ રમણલાલ ડામોરની અટકળો તેજ બની છે

અરવલ્લી જિલ્લા પંચાયતમાં શાસક પક્ષ દ્વારા બીજી ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ સમિતિઓના ચેરમેનોની નિમણુક કરી દેવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા બીજા ટર્મ માટે વિપક્ષ નેતાના નામની જાહેરાતમાં વિલંબ થતાં કોંગ્રેસી કાર્યકરોમાં વિપક્ષના નેતા તરીકે ડો. વનરાજ ડામોરનું નામ ચર્ચાઈ રહ્યું છે ”

અઢી વર્ષ પહેલાં યોજાયેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતા અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસને ભૂંડો પરાજય સહન કરવો પડ્યો હતો. અરવલ્લી જિલ્લા પંચાયતની કુલ ૩૦ બેઠક માંથી ૨૫ બેઠક પર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા હતા જ્યારે કોંગ્રેસના ફક્ત પાંચ ઉમેદવારો વિજયી થયા હતા, જેમાં ચાર મહિલા અને એક માત્ર પુરુષ ઉમેદવાર ડો. વનરાજ ડામોરનો વિજય થયો હતો. અરવલ્લી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર ૧૫ કુંડોલ પાલ બેઠક પરથી શ્રીમતી રાજેશ્વરી કર્ણવીરસિંહ ચંપાવત, ૨૦ મોટા કંથારિયા બેઠક પરથી ડો.વનરાજભાઇ ડામોર, ૨૨ ઓડ બેઠક પરથી શ્રીમતી સજ્જનબેન તબિયાર, ૨૫ શણગાલ બેઠક પરથી શ્રીમતી વિમલબા બળવંતસિંહ રાઠોડ જયારે ભિલોડા -૩ બેઠક પરથી શ્રીમતી ઇન્દુબેન તબિયારનો વિજય થયો હતો, ત્યારે જિલ્લા પંચાયતની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે વિપક્ષના નેતા તરીકે મહિલા ઉમેદવાર શ્રીમતી વિમલબા બળવંતસિંહ રાઠોડની વરણી કરવામાં આવી હતી, ત્યારે હવે બીજી ટર્મ માટે વિપક્ષના નેતા તરીકે પુરુષ ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે જેમાં વિપક્ષના નેતા તરીકે આદિવાસી સમાજમાં ખુબ મોટું નામ ધરાવતા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના એક માત્ર પુરુષ સદસ્ય ડો. વનરાજ ડામોરના નામની અટકળો તેજ બની છે. વધુમાં કોંગ્રેસના કાર્યકરો તેમજ આદિવાસી સમાજના આગેવાનોમાં પણ અરવલ્લી જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા પદના ઉમેદવાર તરીકે ડો. વનરાજ ડામોરના નામની ચર્ચાઓને લઈ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે…

રીપોર્ટ, મનોજ રાવલ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Screenshot_2023-10-07-09-57-18-26_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg

Admin

Manoj Raval

9909969099
Right Click Disabled!