સાંતલપુર : મોડી રાત્રે એસટી બસ ડીવાઈડર સાથે અથડાતા પલટી મારી જતાં અકસ્માત સર્જાયો

સાંતલપુર : મોડી રાત્રે એસટી બસ ડીવાઈડર સાથે અથડાતા પલટી મારી જતાં અકસ્માત સર્જાયો
Spread the love

સાંતલપુર નાં સીધાડા થી બાબરા ગામ પાસેનો બનાવ, મોડી રાત્રે એસટી બસ ડીવાઈડર સાથે અથડાતા પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો

બસમાં 50 પ્રવાસીઓ સવાર હતા જેમાં 10 પ્રવાસીઓ ને નાના મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

પાટણ જિલ્લા માં અવર નવાર અકસ્માત ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ફરી વધુ એક ઘટના સામે આવી જેમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં એસ ટી બસ પલ્ટી ખાઈ જતાં 10 પ્રવાસીઓ ને નાના મોટી ઇજા પહોંચી હતી.પાટણ નાં સાંતલપુર તાલુકા ના સીધાડા ગામનાં હાઇવે માર્ગ પર ઘટના બની હતી.જેમાં એસ ટી બસ પલટી ખાઈ જતાં 10 લોકો ઘાયલ થયાની વિગત સામે આવી હતી.સાંતલપુર નાં સિધાડા ગામ નજીક આ બનાવ બન્યો હતો.ખેડબ્રહ્મા થી ગાંધીધામ તરફ જતી બસ ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને ઍસ ટી સ્લીપર કોચ બસ રોડની સાઈડમાં પલટી મારી જતા 10 લોકોને નાના મોટી ઈજાઓ પહોંચી હતી.આ બસમાં 50 પ્રવાસીઓ સવાર હતા જેમાં 10 પ્રવાસીઓ ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.તેમજ ઈજાગ્રસ્ત પ્રવાસીઓ ને નજીક ની હોસ્પિટલ ખાતે રીફર કરાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

થોડા સમય અગાઉ જ રાધનપુર ઍસ ટી ડેપો માં ફરજ બજાવતા એસ ટી ડ્રાઈવર દ્વારા ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરતા માર્ગ પર રાહદારી આધેડ ને અડફેટ એ લીધા હતા અને આધેડ નું મોત પણ નિપજ્યું હતી ત્યારે ફરી વધુ એક ઘટના સામે આવી છે.જેમાં પ્રથમ નવરાત્રી નાં મોડી રાત્રે સાંતલપુર તાલુકાના સિધાડા ગામનાં હાઇવે માર્ગ પર અકસ્માત ની ઘટના બનવા પામી હતી.જેમાં સાંતલપુરના નેશનલ હાઈવે નંબર 27 ઉપર આ અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત એસટી બસ ડીવાઈડર સાથે અથડાતા બસ પલ્ટી મારી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું તેમજ.બનેલી અકસ્માત ની ઘટના માં 10 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને બસમાં 50 પ્રવાસીઓ સવાર હોવાની વિગત સામે આવી હતી.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ઘટના સાંતલપુર થી સિધાડા થી બાબરા ગામ પાસે આ બનાવ બન્યો હતો. મહત્વનું. છે કે સાંતલપુર હાઇવે પર પ્રથમ નવરાત્રી નાં મોડી રાત્રે એસ ટી બસ ડીવાઈડર સાથે અથડાતા પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોને નાના મોટી ઈજાઓ પહોંચી હતી તેમજ બસ નાં પ્રવાસીઓ ને ઈજાગ્રસ્ત થયેલ હોય નજીક ની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા અને સારવાર અર્થે ખસેડાયા હોવાની વિગત જાણવા મળી હતી.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ,રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20230721_190135-2.jpg IMG-20231016-WA0000-0.jpg IMG-20231016-WA0002-1.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!