રાધનપુર : મહેમદાવાદ ગામે તળાવમાં 2 દિવસ અગાઉ નાહવા ગયેલ યુવક ની લાશ મળી

રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ તળાવ ખાતે 2 દિવસ અગાઉ નાહવા ગયેલ યુવક ની શોધખોળ બાદ લાશ મળી
તળાવમાં નાહવા જતાં ઘટના બની હોવાનું અનુમાન: સ્થાનિક તરવૈયાઓ ની મદદ થી મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે લઈ જવાયો..
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ની ઘટના સામે આવી છે.જેમાં મહેમદાવાદ ગામનાં તળાવ ખાતે 2 દિવસ અગાઉ નાહવા ગયેલ યુવક ની શોધખોળ બાદ લાશ મળી આવતા ગામમાં ચકચાર મચી જવા પામી છે.તો બીજી તરફ પરિવારજનો માં શોકનો માહોલ છવાયો હતો.
રાધનપુરનાં મહેમદાવાદ તળાવમાં નાહવા ગયેલ વલુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.આ ઘટના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ તળાવની ઘટના છે જ્યાં બે દિવસથી ગુમ થયેલ વ્યક્તિનો તળાવમાંથી મૃતદેહ મળ્યો હતો. મળતી માહિતી મુજબ તળાવમાં નાહવા જતા ઘટના બની હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મહેમદાવાદ ગામનાં તળાવ માંથી 44વર્ષીય રાઉમા વલીભાઈ નામના વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો.બે દિવસ પહેલા તળાવમાં નાહવા ગયેલ વલીભાઈ નાં પરીવારજનો દ્વારા શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી.જે શોધખોળ બાદ મહેમદાવાદ ગામનાં તળાવમાં લાશ મળી આવતા આવતા શોકનો માહોલ છવાયો હતો.
મહેમદાવાદ ગામનાં સ્થાનિક તરવૈયા દ્વારા તળાવમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.તેમજ લાશને પીએમ અર્થે રાધનપુર ની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.જે ઘટના ની રાધનપુર પોલીસ ને જાણ થતાની સાથેજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હોવાની વિગત સામે આવી છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ,રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300