ભાયાવદર પટેલ સમાજનો યુ. વી. ક્લબ રાજકોટમાં દબદબો

ભાયાવદર પટેલ સમાજનું ગોવરવ એવા ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા નયન જે. જીવાણીના પુત્ર અમન જે. જીવાણી તેમજ તેમના ધર્મ પત્ની એવા ઝીલ અમનભાઈ જેવાણી નવમાં નોરતાના દિવસે રાજકોટની પ્રખ્યાત ગરબી યુ.વી. ક્લબમાં ફાઈનલ રાઉન્ડના દિવસે વેલ ડ્રેસ કોમ્પિટિશનમાં ફસ્ટ રેન્ક પ્રાપ્ત થયેલ અને બીજા નોરતામાં પણ ફસ્ટ રેન્ક સાથે વિજેતા થયેલ હતા તેમજ આ લોકો ગત વર્ષે પણ આજ યુ.વી. ક્લબ રાજકોટમાં જ ફસ્ટ રેન્ક સાથે વિજેતા થયેલ હતા.
આ પ્રસંગ ભાયાવદર શહેર તેમજ જીવાણી પરિવાર માટે ખુબ ખુબ હરખની લાગણી કેવાય આ પ્રસંગે ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નયન જે. જીવાણી અને તેમના પરિવાર તેમજ ભાયાવદર શહેર ની જનતા વતી યુ.વી. ક્લબ રાજકોટ તેમજ ભાયાવદર શહેરનો ખુબ ખુબ આભાર માને છે.
રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા