ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૭૩.૨૭ ટકા પરિણામ

ગાંધીનગર,તા.૨૫
ધોરણ બાર કોર્મસનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. એક તરફ વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને ઉત્સાહ છે તો બીજી તરફ સુરતમાં બનેલી આગની ઘટનાનુ દુખ પણ છે. ધોરણ બારના સામાન્ય પ્રવાહનું કુલ ૭૩.૨૭ ટકા આવ્યુ છે. જે ગત વર્ષ કરતા ત્રણ ટકા જેટલુ વધારે છે. ગત વર્ષે આ પરિણામ ૬૮.૯૬ ટકા હતું.
જેમાંથી ૨,૬૦,૫૦૩ વિદ્યાર્થી પાસ થયા હતા. આ વર્ષે પાટણ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ ૮૫.૦૩ ટકા આવ્યું છે. સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું નવરંગપુરા રÌšં છે, જેનું ૯૫.૬૬ ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું ૪૫.૮૨ ટકા પરિણામ આવ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં ૧૦૦ ટકા પરિણામવાળી સ્કૂલોમાં ૨૨૨ સ્કૂલોનો સમાવેશ છે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓએ પણ બાજી મારી છે.
ગયા વર્ષની સરખામણીમાં ૪.૩૧ ટકા વધુ પરિણામ આવ્યું છે. વર્ષ ૨૦૧૮માં પરિણામ ૫૫.૫૨% આવ્યું હતું. વ્યવસાયિક પ્રવાહનું ૫૨.૨૯%, ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ ૫૫.૫૫% રÌšં હતું. ૨૦૧૯માં સૌથી વધુ રેગ્યુલર ૩૯ હજાર વિદ્યાર્થી સુરતથી નોંધાયા છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોને બાદ કરતાં સૌથી ઓછા ૧૫૧૧ વિદ્યાર્થી ડાંગ-આહવામાંથી નોંધાયા છે.
રાજ્યભરમાંથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ પાંચ લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ૩,૫૯,૩૭૫ નિયમિત, ૯૫,૦૭૫ રીપીટર, ૭૩૩૫ આઈસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. ખાનગી નિયમિત ૪૦,૯૬૦ અને ખાનગી રીપીટર ૩૦,૮૮૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.