પ્રચંડ જીત બાદ મોદી આજે ગુજરાત આવશેઃ માતાના આશિર્વાદ લેશે

Spread the love

ગાંધીનગર,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપની ભવ્ય જીત બાદ આવતીકાલે ગુજરાતનાં મહેમાન બનવાનાં છે તેઓ સાંજે ૫ વાગ્યે ગુજરાત આવશે જ્યાં ગુજરાત ભાજપ દ્વારા તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે બાદ ત્યાંથી પ્રધાનમંત્રી મોદી સીધા જ ખાનપુર ખાતે ભાજપનાં મુખ્ય કાર્યાલય ખાતે જશે જ્યાં ભાજપની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીનાં ઓફિશિયલ Âટ્‌વટર પેજ પરથી Âટ્‌વટ કરવામાં આવી છે કે, આવતીકાલે સાંજે હું ગુજરાત જઇ રહ્યો છું, મારી માતાનાં આશિર્વાદ લેવા. અને બીજા દિવસે સવારે હું કાશી જઇશ. ત્યાંની જનતાનો આભાર માનવા જેમણે મારામાં ફરી એક વખત વિશ્વાસ મુક્્યો છે.
આ ઉજવણી બાદ પ્રધાનમંત્રી મોદી ખાનપુર જે પી ચોક ખાતે ઁસ્ મોદી જાહેરસભા સંબોધશે. જે બાદ તેઓ ગાધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે અને માતા હિરાબાને પણ મળવા જશે. સોમવારે સવારે પ્રધાનમંત્રી મોદી દિલ્હી જવા રવાના થશે.
પાર્ટીના રાષ્ટÙીય અધ્યક્ષ અને લોકસભાના ઉમેદવાર અમિત શાહ તેમના ભવ્ય વિજય પછી અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં રોડ શો કરશે. અમિત શાહનો રોડ શો ૨૯મી મે ના રોજ અમદાવાદમાં યોજાશે.
વડાપ્રધાન મોદીએ વારાણસી બેઠક પરથી સપાના ઉમેદવાર શાલિની યાદવને ૪,૭૯,૫૦૫ મતથી પછડાડ આપી હતી. તેમને ફક્ત ૧,૯૫,૧૫૯ મત જ મળ્યા હતા. ત્રીજા ક્રમે કોંગ્રેસ ઉમેદવાર અજય રાય રહ્યા છે તેમને ૧,૫૨,૫૪૮ મત મળ્યા હતા.
નરેન્દ્ર મોદી ૩૦મી મેએ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી શકે છે. જાકે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. અગાઉની માફક આ વખતે પણ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં વિદેશી મહેમાનો હાજરી આપી શકે છે.
આભાર – નિહારીકા રવિયા

Admin

Admin

9909969099
Right Click Disabled!