સ્ત્રીઓમાં મેનોપોઝ
સ્ત્રીઓમાં મેનોપોઝ –
જીવન એક વહેતી નદી જેવું છે. જે પાણી વહી ગયું તે પાછું ફરતું નથી. અડઘુ જીવન નીકળી જાય પછીમોટાભાગનાંને ઘણું ગુમાવ્યાની ફરિયાદ રહેતી હોય છે.
જેમ ઉંમર વધે તેમ શરીરમાં બાહ્ય અને આંતરિક ફેરફારો થતાજ રહેવાનાં. પ્રૌઢાવસ્થાની જરૂરીયાત પ્રભાવ ખાસ હોય છે. આવા સમયે સમજણ અને સ્વાસ્થને જાળવી રાખવા જરૂરી બને છે.
ચાલીસી પછી વ્યક્તિએ ખુશમિજાજી બની રહેવા પોતાનામાં રહેલી ‘સેન્સ ઓફ હ્યુમર’ને જીવતી રાખવાની જરૂર પડે છે.
પતિ પત્ની વચ્ચે જો મૈત્રીભાવ સાથે પ્રેમમાં મીઠાશ હશે તો મિડલ ક્રાઈસીસનોઅનુભવ ઓછો થશે.
સ્ત્રીઓમાં આ સમય ગાળો ખુબ મહત્વનો હોય છે, પિસ્તાલીસ થી પચાસ પંચાવન વર્ષની ઉંમરનો ગાળોસ્ત્રીઓ માટે પડકારજનક હોય છે. આ સમયે સ્ત્રીઓને મોટાભાગે મેનોપોઝથી થતા શારીરિક અનેમાનસિક ફેરફારોનો સામનો કરવો પડે છે.
આ એક એવી ઉંમર છે કે જ્યાં ઉભા રહીને તેઓ પાછલી જીંદગી સામે નજર કરે છે ત્યારે સદાયવીંટળાઈને રહેતા બાળકો તેમની જરૂરિયાતો બદલાઈ ગયેલી નજર આવે છે. ત્યારે એક મા તરીકેએકલતાનો સામનો સહુ વધારે તેના ભાગમાં આવે છે.
તેમાય સ્ત્રી ગૃહિણી હોય તો એને લાગે છે કે જિંદગી સાવ ખાલી થઈ ગઇ, હવે કશું કરવા જેવું રહ્યું નથી, કે પછી કોઈને મારી જરૂર નથી .…આવો તણાવ અસલામતી અને ફસ્ટ્રેશનને જન્મ આપે છે.
આ સ્થિતિમાંથી પસાર થતી સ્ત્રી નકારાત્મક ભાવનાઓનો શિકાર બનેલી હોય છે.જાણી-જોઈને આવું નથી કરતી, આ વર્તણુંક એમની જાણ બહાર જ થતી હોય છે.આ મેનોપોઝની કરુણતા છે.
જે સ્ત્રી આખું જીવન મીઠાશથી રહી હોય તેનાં સ્વભાવમાં મેનોપોઝને કારણે આવતી કડવાશ , દુઃખ કેગુસ્સાને જોઈ દોષ આપવાને બદલે તેના સાથે પ્રેમ ધીરજથી કામ લેવામાં તો એ આ વિષમ સ્થિતિમાંથીસહેલાઈથી બહાર નીકળી શકે છે..
જીવનનાં તબક્કામાંથી પસાર થઇ રહેલી સ્ત્રી વધારે હતાશા, દુઃખ અને આક્રોશ અનુભવે છે. અસલામતી, શંકાઓ, સાથે અપરાધભાવમાં વધારો થાય છે. તેમજ પોતાનામાં આવડતનો અભાવ છે, ઉંમરનાં આ પડાવે હવે પોતે પહેલા જેટલી સુંદર નથી દેખાતી એવી લઘુતાગ્રંથિઓથી સ્ત્રીઓ પીડાતીહોય છે. આ બધાના સરવાળાના ભાવ સ્વરૂપે નિરાશા, દુઃખ, અસંતોષ અને નકામી ફરિયાદોનો જન્મથયા છે.
આવી સ્થિતિમાં સ્ત્રીના સ્વભાવની ઉગ્રતા અથવા નારાજગી ને તેની માનસિક સ્થિતિ સાથે જોડીને, પતિ,બાળકો કે ઘરનાં સભ્યો જો તેને નમ્રપણે સ્વીકારી લે તો પણ આવી સમસ્યાઓનો ઝડપથી હલ આવીશકે છે. બસ થોડો સમય અહં ભૂલી જવો પડે.
આવી સ્થિતિમાં સ્ત્રીને સાવ એકલી મૂકી દેવાનું મૂર્ખતા ભર્યું છે. ઘણા વિચારે કે તેને એકલી મૂકી દ્યો આમમેળે શાંત થઇ જશે અથવા તેની ભૂલ સમજાતા માફી માગશે.” પણ આ સદંતર ખોટું છે. મેનોપોઝથીપીડાતી સ્ત્રી એકલતામાં વધુ ચીડિયા સ્વભાવની બની જાય છે અને માનસિક બીમારીનો ભોગ બની જાયછે. કારણ અહી સ્વભાવને કંટ્રોલ કરવો તે એકલા તેના હાથમાં નથી. તેને આવા સંજોગોમાં પ્રેમ અનેહુંફની ખાસ જરૂર રહે છે. તેની ભાવનાઓ ને સમજી શકે તેવા સાથની જરૂર પડે છે.
કેટલાક કિસ્સાઓમાં આવી સ્ત્રીઓ એ આત્મહત્યા પણ કરી લીધી હોવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. એકલતાની અને મનોમન પેદા થયેલા દુઃખને કારણે જીવનનો અંત લાવી દેતી હોય છે. આવી દયાજનકસ્થિતિમાંથી તેને બહાર કાઢવાની જવાબદારી પરિવારની છે. એક વાત દરેકે ગાંઠે બાંધી લેવાની જરૂર છેકે તેની આવી સ્થિતિ તેની અંદર થયેલા હોર્મોન્સના ફેરફારોને કારણે છે. આનાથી વધુ વિષમપરિસ્થિતિમાં આવી સ્ત્રીઓને ડોક્ટર પાસે સત્વરે જવાની સલાહ આપવી જોઈએ. જેના કારણે બધુંઝડપથી થાળે પડી શકે.
ઘણા એમ કહે છે કે આ બધું નવા જમાનાની સ્ત્રીઓના તુક્કાઓ છે જે જાતે પેદા કરેલા છે. પહેલા તો આવું ક્યારેય સાભળ્યું નથી.
તેના જવાબમાં કહી શકાય કે એ વખતે બધાજ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. આથી સ્ત્રીને એકલા હોવાનો પ્રશ્ન ઉઠતો નહોતો.
અત્યારે ઘરના ચાર માણસો સિવાય તેની આજુબાજુ કોઈ હોતું નથી ત્યારે એ સ્થિતિમાં સ્ત્રી અંતર્મુખબની જાય છે પરિણામે આવા પ્રશ્નો ઉભા થાય છે.
મેનોપોઝના વમળમાં અટવાએલી સ્ત્રીઓને પસલાહ આપવામાં આવતી હોય છે કે “લાગણીઓ, વિચારો ઉપર, બોલવા ઉપર નિયંત્રણ રાખવું. પરંતુ જયારે સ્ત્રી હોર્મોન્સના આંતરિક ફેરફારોને કારણે નકારાત્મક ભાવનાઓનો અનુભવ કરતી હોય છે ત્યારે આવી કોઈ સલાહ કે સ્થિતિને સમજી શકતી નથી. મનમાંથી ઉઠતાં ભાવનાત્મક ભાવોને નિયંત્રણમાં રાખી શકતી નથી.
આવી કોઇ અવસ્થામાં સ્ત્રીને તેના પતિનો સાથ મીઠાં સંવાદ મળે બધુ દુઃખ હલકું લાગે છે.
“હું તારી શરીરની અંદરના ઈમ્બેલેન્સને સમજી શકું છું.
તારા મૂડ બદલાતા રહે છે એ તારા હોર્મોન્સને કારણે છે. બાકી તું એજ મારી મીઠડી છે.”
તને હું અનહદ પ્રેમ કરું છું, તને કેવી રીતે ખુશ રાખવી, તારા મૂડને મારે કેમ પારખવો એ બધુ હુ શીખી રહ્યોછું કારણ મારે તને માનસિક રીતે પણ સ્વસ્થ રાખવાની છે.
તું ખુશ તો હું ખુશ, તારા વિના મારી દુનિયા ઉદાસ.”
ખરા અર્થમાં આ બધા માંથી બહાર આવવા સ્ત્રીએ જાતેજ પ્રયત્નો કરવાના રહે છે. એકલતામાંથી બહાર આવી કપરા સંજોગોમાં
પોતાની સાથે ઉભા રહે તેવા બે ત્રણ ખાસ સબંધોને વધુ ઘનિષ્ઠ બનાવી મનનો ભાર હલકો કરવો જોઈએ.
વિશ્વાસ મૂકી ખુલ્લા થતા પહેલા જાણી લેવું જોઈએ કે એ મિત્ર આ દુઃખને સંજોગોને સમજવા કે પચાવી શકે તેમ છે કે નહિ?એકલા રહેવા કરતા મિત્રોના સાથમાં સમય વ્યતીતકરવો જોઈએ. મળી ના શકાય એમ હોય તો ફોનમાં પોઝેટીવ વિચારો વાળા મિત્રો સાથે વાત કરવી.
�આજકાલ પાલતું પ્રાણીઓ ઘરમાં રાખાવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે સહુથી સારો ઉપાય છે આવું કોઈપ્રાણી ઘરમાં રાખવું. આ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે.
સમય અને સંજોગો ભલે ગમે તેવા હોય પરંતુ પોતાનાથી વિશેષ કોઈ સાથી નથી. આ માટે જાતે ખુશરહેવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. કોઈ મનગમતા કાર્યમાં મન પરોવવું જરૂરી છે. યોગાસનો પ્રાણાયામ અનેધ્યાન દ્વારા પોતાના મનને મજબુત કરી શકાય છે. સારા લેક્ચર્સ સાંભળવા, ગીતો સાંભળવા, બહારખુલ્લી હવામાં ફરવા જવું આ બધું ઝડપથી અણગમતી સ્થિતિમાંથી બહાર આવવા મદદરૂપ થશે.
આલેખન : રેખા પટેલ (ડેલાવર, યુએસએ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300