પવિત્ર કુટુંબ પર્વની ઉજવણી તીર્થધામ ખંભોળજ ધરા ઉપર કરવામાં આવી

પવિત્ર કુટુંબ પર્વની ઉજવણી તીર્થધામ ખંભોળજ ધરા ઉપર કરવામાં આવી
Spread the love

પવિત્ર કુટુંબ પર્વની ઉજવણી તીર્થધામ ખંભોળજ ધરા ઉપર કરવામાં આવી


31 ડિસેમ્બર 2023 8:30 કલાકનો ખ્રિસ્ત યજ્ઞ રેવ. ફાધર ફાન્સિસ રેક્સ દ્વારા દરેક કુટુંબ માટે અર્પણ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 10.00 વાગ્યે મિશન શાળા કમ્પાઉન્ડ ની અંદર રમત ગમત નું આયોજન કરવામાં આવ્યું હતું સંચાલન રેવ. ફાધર ગોલ્ડન, બ્રધર જય, બ્રધર બ્રિજેશ ઇન્ચાર્જ હતા. બાલમંદિરના બાળકોથી લઈ સિનિયર સિટીઝનની અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના રેવ. ફાધર ગોલ્ડન દ્વારા કરવામાં આવી હતી. ધોરણ એક થી પાંચ ના બાળકો માટે ગોળરાઉડ માં રમત રમાડવામાં આવી હતી તેમાં પ્રથમ નંબર તેજસ રાઠોડ, બીજો નંબર ફિયોના મેકવાન હતાં, બીજી રમત ગીત સાથે દુપટ્ટો પસાર કરવો પ્રથમ નંબર કૈલાસબેન, બીજો નંબર સવિતાબેન હતાં. ત્રીજી રમત યુવાનો માટેની હતી

તેમાં પ્રથમ નંબર સન્ની ડાભી, બીજો નંબર દિવ્યેશ રાઠોડ નો હતો. ચોથી રમત બહેનો માટેની હતી. તેમાં અર્પિતાબેન ચંદુભાઈ પ્રથમ નંબર. બીજો નંબર રિયાબેન મેકવાન નો હતો. પાંચમી રમત સિનિયર સિટીઝનો માટેની હતી. તેમાં પુષ્પાબેન પરમાર ખંભોળજવાળા પ્રથમ નંબર મેળવ્યો હતો. બીજો નંબર ઈવનબેન બરોડા નો હતો. છઠ્ઠી રમત યુવાનો માટે સંગીત ખુશીની રમત રમાડવામાં આવી હતી તેમાં મિલન રાઠોડ પ્રથમ, નંબર બીજો નંબર પર પંકજ દિલીપ નો હતો સાતમી રમત બહેનો માટેની સંગીત ખુરશીની રમતહતી તેમાં ભારતીબેન ડાભી પ્રથમ નંબર અને બીજા નંબર પર મીનાબેન ચંદ્રકાંત હતા. આઠમી રમત બાળકો માટેની સંગીત ખુરશીની હતી તેમાં કેલવિન પરમાર પ્રથમ નંબર પર અને ધરા વાણીયા બીજા નંબર પર હતી નવમી રમત બલૂન વાળી હતી. તેમાં પ્રથમ નંબર ઉર્વેશ દિનેશ પરમાર અને બીજો નંબર પર જીતુભાઈ પરમાર દસમી રમત બલૂન વાળી વિદ્યાર્થીનીઓની હતી તેમાં પ્રથમ નંબર પર ધરા વાણીયા બીજા નંબર પર રિયા શશીકાંત હતી. અગિયારમી રમત પુરુષો માટે રિંગ રમત રમાડવામાં આવી હતી તેમાં પ્રથમ નંબર પર ચિતાભાઈ ખાનપુર બીજા નંબર પર જયેશભાઈ પરમાર હતો.

બારમી રમત નાના ભૂલકાઓ માટે કુકા વીણવા આ રમત માં પ્રથમ નંબર પર કિયોન શશીકાંત, બીજા નંબર પર આયુષી અરુણ અને ત્રીજા નંબર પર એરિક પંકજ હતો તેરમી રમત એટલે અંતિમ રમત ડોલમાં બોલ નાખવો તેમાં પ્રથમ નંબર પર સાહિલ પ્રકાશ બીજા નંબર પર સેશન પરમાર વિજયતા બન્યો હતો કુલ 27 ઈનામનું વિતરણ સભા પૂરોહિત રેવ. ફાધર ફાન્સિસ રેક્સ તથા ઉપસ્થિત સિસ્ટરોના વરદ હસ્તે આપવામાં આવ્યું હતું.

ઈનામ વિતરણ કાર્યક્રમ નું સંચાલન પેરિસ કાઉન્સિલ ના પ્રમુખ ડોક્ટર શૈલેષ વાણીયા શૈલ દ્વારા કરવામાં આવ્યો હતું રેવ ફાધર ગોલ્ડન, બ્રધરજય, બ્રધરબ્રિજેશ તથા ઉપસ્થિત તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર સભાપુરોહિત દ્વારા વ્યક્ત વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતિમ પ્રાર્થના સભાપુરોહિત રેવ. ફાધર ફાન્સિસ દ્વારા કરાવવામાં આવી હતી. નામ નોંધાવેલ તમામ ભકતોએ એક કુટુંબની ભાવનાથી સાથે મળીને ભોજન લીધું હતું. કાર્યક્રમનું તમામ સંચાલન કરનાર રેવ. ફાધર ગોલ્ડન નો ખુબ ખુબ આભાર.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!