મોડાસા બસ ડેપો ખાતેથી ૩ નવીન બસોને લીલી ઝંડી આપવામાં આવી

રાજ્ય સરકારના GSRTC દ્વારા, (૧)મોડાસા-સતાધાર, (૨) ઉન્ડવા-અમદાવાદ-ખંભાળિયા,(૩)મેઘરજ- અમરેલી, ત્રણ બસ શરૂ કરવામાં આવી. ગુજરાતના નાગરિકોને તમામ શહેર તાલુકા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં અવર જવર માટેની સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારના GSRTC દ્વારા આજે મોડાસા એસ.ટી. બસ સ્ટેન્ડથી મંત્રીની ઉપસ્થિતિમાં અને નગરપાલિકા પ્રમુખ મોડાસા, નીરજભાઈ શેઠની હાજરીમાં ૩ નવીન બસોને લીલી ઝંડી આપી હતી.
અરવલ્લીથી અનેક રૂટની બસની સગવડતા લોકોને મળે છે.તે સાથેજ રાજ્ય સરકારના GSRTC દ્વારા , (૧) મોડાસા-સતાધાર,(૨) ઉન્ડવા-અમદાવાદ-ખંભાળિયા,(૩)મેઘરજ- અમરેલી, ત્રણ બસ શરૂ કરવામાં આવી છે.મંત્રી એ બસ ડેપોના અધિકારી ઓ સાથે ચર્ચા કરી હતી તેમજ નિયમિત અવરજવર કરતા વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.
રીપોર્ટ : મનોજ રાવલ