બોટાદ ડિસ્ટ્રીક્ટ બોડી બિલ્ડીંગ એસોસિએશન દ્વારા મી. બોટાદ સ્પર્ધા માટે ભાગ લેશે

બોટાદ ડિસ્ટ્રીક્ટ બોડી બિલ્ડીંગ એસોસિએશન દ્વારા મી.બોટાદ સ્પર્ધા માટે ભાવનગર ખાતે ટીમ ભાગ લેશે. ભાવનગર બોડી બિલ્ડીંગ એસોસિયેશન અને બોટાદ ડિસ્ટ્રીક્ટ બોડી બિલ્ડીંગ એસોસિએશન દ્વારા મી.ભાવનગર અને મી.બોટાદ બોડી બિલ્ડીંગ સ્પર્ધા ૨૦૨૪ તા.૭/૧/૨૪ ના રોજ ઓમ પાર્ટી પ્લોટ ચિત્રા – ભાવનગર ખાતે યોજાનાર છે. આ સ્પર્ધા માં બોટાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન ના ઉપ પ્રમુખ ખુશાલ ભાઈ દવે , સી.એલ.ભીકડીયા તથા સેક્રેટરી મનોજભાઈ સોલંકી ની આગેવાની માં ૧૪ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. મી.બોટાદ સ્પર્ધા ના સ્પોન્સર સ્કાય ટેક્સટાઈલ લાઠીદડ છે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો ને પ્રોત્સાહિત કરવા સ્કાય ટેક્સટાઈલ તરફ થી ટી શર્ટ આપવામાં આવશે.