ઉતરાયણ પર્વને લઈ ગુરૂદત્ત સોસાયટીની મહિલાઓએ શ્વાન માટે લાડુ બનાવ્યા…

ઉતરાયણનો પર્વત જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ સેવાભાવી સંસ્થાઓ અને દાતાશ્રીઓ દ્વારા અનેક સેવા થકી પુણ્યના કામ કરતા હોય છે જેમાં હવે ઉતરાયણ પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દિયોદર ગુરુદત્ત સોસાયટીની મહિલાઓએ ફાળો એકત્રિત કરી શ્વાનો માટે લાડુ બનાવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં સોસાયટીની મહિલાઓ એકત્રિત થઈ હતી અને એક પુણ્યનું કામ કર્યું હતું.
અહેવાલ : પ્રદીપસિંહ વાધેલા (દિયોદર)