દિયોદર ગોકુલનગરમાં બાળકના ગળામાં દાડમનો ઠળિયો ફસાતા શ્વાસ રૂંઘાતા મોત

દિયોદર ગોકુલનગરમાં બાળકના ગળામાં દાડમનો ઠળિયો ફસાતા શ્વાસ રૂંઘાતા મોત
Spread the love
  • કુટુંબી ભાઈના જન્મ દિવસ પ્રસંગે બનાવ બન્યો ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો….

દિયોદરમાં સોમવારે સાંજે એક દુઃખદ ઘટનાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક તરફ મોટા પપ્પાના દીકરા અને પોતાના કુટુંબી ભાઈના જન્મ દિવસ નિમિતે ઘરમાં ભવ્ય ઉજવણીનો પ્રસંગની તૈયારી થઈ રહી હતી ત્યારે એકાએક ઘરના લાડકવાયા દોઢ વર્ષના બાળકના મુત્યુના સમાચાર મળતાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. દિયોદરમાં મોબાઈલની દુકાન ધરાવતા પિયુષભાઈ તન્નાના નાના ભાઈ મુન્નાભાઈના પુત્રનો જન્મ દિવસ હોવાથી જન્મ દિવસની ઉજવણી માટે ઘરના સભ્યો તૈયારી કરી રહ્યા હતા.

તે સમય પિયુષભાઈ તન્નાનો એકનો એક પુત્ર અને ઘરના સભ્યોનો લાડકવાયો દીકરો જેનિલ ઉંમર વર્ષ દોઢ જે ઘર આંગણે રમી રહ્યો હતો તે સમય દાડમનો ઠળિયો આરોગતા માસૂમ બાળકોના ગળામાં ઠળિયો ફસાઈ જતાં શ્વાસ રૂઘાવાના કારણે એકાએક બાળકનું મુત્યુ થયું હતું. જેમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જતા ડોકટરે મૂર્ત જાહેર કરતા પરિવાર ઉપર આભ તુટી પડયો હતો. જેમાં જેનિલના અણધારી વિદાયના સમાચાર મળતાં ખુશી નો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો.

અહેવાલ : પ્રદીપસિંહ વાધેલા (દિયોદર)

Admin

Admin

9909969099
Right Click Disabled!