સુરેન્દ્રનગરથી અમદાવાદ વચ્ચે વોલ્વો સેવા શરૂ

અમદાવાદથી સુરેન્દ્રનગર વચ્ચે અમદાવાદ ડેપો સંચાલિત નવીન પરિવહન વોલ્વો સેવા શરૂ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની માંગણીનો સ્વીકાર સાથેઆ પરિવહન સેવાના વનરાજસિંહ એસ રાણા એસ.ટી સલાહકારનું માર્ગદર્શન રહ્યું છે. અમદાવાદ થી સુરેન્દ્રનગર ઉપડવાના સમય સવારે 6-30, સવારે 10-30, બપોરે 14-00, સાંજે 18-30 સુરેન્દ્રનગર થી અમદાવાદ વોલ્વો એસ.ટી પરિવહન સેવા ટાઈમિંગ સવારે 6-30, સવારે 9-30, બપોરે 14-15, સાંજે 18-00નો છે.
આ સેવાનું એડવાન્સ બુકીંગઓનલાઇન તા.9-1-2024થી શરૂ થશે, તેવું ડેપો મેનેજર વિપુલભાઈ ચૌધરીની જણાવે છે. એસ.ટી અધિકારીનો આભાર ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તેમજ એસ.ટી સલાહકાર વનરાજસિંહ એસ રાણા વ્યક્ત કરે છે મુંજપરા સાંસદ તેમજ જગદીશભાઈ મકવાણાના અથાક પ્રયત્ન ને એસ.ટી સલાહકાર વનરાજસિંહ એસ રાણાના માર્ગદર્શન હેઠળ કુલ 8 નવીન વોલ્વો એસ ટી પરિવનહન સેવા સુરેન્દ્રનગરની ચેમ્બર ઓફ કોમર્સ રોટરી ક્લબ લાઇન્સ ક્લબ તેમજ સ્વિચ્છિક સંસ્થાની જાહેર માંગણી હતી.
રિપોર્ટ : જાડેજા દીપેન્દ્રસિંહ (સુરેન્દ્રનગર)