ભરુચના યુવાને રામ મંદિરની થીમ પર બનાવેલ વિશાળ પતંગ આકર્ષણનું કેન્દ્ર

ભરુચ શહેર-જીલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી પુરજોશમાં કરવામાં આવે છે ત્યારે બજારોમાં અવનવા પતંગો આકર્ષણ જનમાવતા હોય છે.તેવામાં ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા ચેતન રાણાએ પોતે પતંગ રસિક હોય પોતે જ પતંગનું નિર્માણ કર્યું છે. જય શ્રી રામના નામ સાથે અયોધ્યામાં બનનારા રામ મંદિરના ફોટો સાથે પ્રથમ પતંગ બનાવ્યો હતો. તેમજ વડાપ્રધાન મોદીનો ફોટા સાથેની એક જ ચાલે થીમ’ પર પતંગ પણ તૈયાર કરી છે. જ્યારે યુવાને સામાજિક સેવક એવા ખજૂરભાઈ.પોપટભાઈ સહિતના આગેવાનોના થીમ પર પણ 8 ફૂટ,સાડા આઠ ફૂટ અને 10 ફૂટની વિશાળ પતંગ બનાવી છે. યુવાન દ્વારા બનાવવામાં આવેલા તમામ પતંગો તહેવાર પહેલા જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી (અંકલેશ્વર)