અંકલેશ્વરના સાઈકલીસ્ટે ગોવામાં યોજાયેલી નેશનલ બાઈસીકલ એક્સપિડીશનમાં ભાગ લીધો

અંકલેશ્વરના સાઈકલીસ્ટે ગોવામાં યોજાયેલી નેશનલ બાઈસીકલ એક્સપિડીશનમાં ભાગ લીધો
Spread the love

ગોવા યોજાયેલી યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયા તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગોવાના સોજન્યથી નેશનલ બાઈસીકલ એક્સપિડીશનમાં અંકલેશ્વર સહિત સમગ્ર ગુજરાતમાંથી સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં સમગ્ર દેશમાંથી સાઈકલીસ્ટો આવ્યા હતા. ગોવામાં 30 ડિસેમ્બરથી 5મી જાન્યુઆરી દરમિયાન યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયા તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગોવાના સોજન્યથી નેશનલ બાઈસીકલ એક્સપિડીશન યોજાયું હતું. જેમાં સમગ્ર દેશમાંથી સાઈકલીસ્ટોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સાઈકલીસ્ટ નિલેશ ચૌહાણે પણ યુથ હોસ્ટેલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગોવના નેશનલ બાઈસિકલ એકસપિડિશનમાં ભાગ લઈ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

આ અંગે અંકલેશ્વરના સાઈકલીસ્ટ નિલેશ ચૌહાણે જણાવ્યું હતું કે, ગોવાની આ નેશનલ બાઈસિકલ એક્સપિડિશનમાં ભારતનાં અલગ અલગ રાજ્યમાંથી સાઈક્લિસ્ટો આવ્યા હતા. તેમની સાથે સાઈક્લિંગ કરવાનો યાદગાર અનુભવ મળ્યો હતો. આ સાઈક્લિંગ ઈવેન્ટમાં ગોવનાં મુખ્ય દરિયા કિનારે આવેલા બીચો તથા દુર્ગમ પહાડી વિસ્તારોમાં અને ગાઢ જંગલ વિસ્તારમાં સાઈકલિંગ કરવાનો રોમાંચક અનુભવ મળે છે. આ નેશનલ બાઈસિકલ એકસપિડિશન સફળતાપૂર્વક પૂર્ણ કરનાર સાઈકલિસ્ટને યુથ હોસ્ટેલ ઓફ ઈન્ડિયા તરફથી પ્રોત્સાહિત કરવા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. આ લોકોએ 7 જાન્યુઆરી 2024નાં દિવસે આઈ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ગોવા ખાતે યોજાયેલા મેરેથોન દોડમાં પણ ભાગ લઈને રનિંગ મેડલ તથા સર્ટીફિકેટ મેળવ્યું હતું.

રિપોર્ટ : ભાવેશ મુલાણી (અંકલેશ્વર)

Admin

Admin

9909969099
Right Click Disabled!