જાયન્ટ્સ ઇન્ટરનેશનલ નું ૪૮ મું વાર્ષિક અધિવેશન ત્રિવેન્દ્રમ ખાતે યોજાશે.

જાયન્ટ્સ ઇન્ટરનેશનલ નું ૪૮ મું વાર્ષિક અધિવેશન ત્રિવેન્દ્રમ માં બોટાદ જાયન્ટ્સ ના ૧૪ ડેલીગેટ ભાગ લેશે.
જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન (જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ) નું ૪૮મુ વાર્ષિક અધિવેશન ત્રિવેન્દ્રમ (કેરળ) ખાતે વર્લ્ડ ચેરપર્સન શાયના એન.સી. ની અધ્યક્ષતા માં તા.૧૯-૨૦-૨૧/૧/૨૪ ત્રણ દિવસ યોજાનાર છે.જેમાં સમગ્ર ભારત ભર જાયન્ટ્સ ગ્રુપ ના ૩૦૦૦ જેટલા ડેલીગેટ ભાગ લેશે.
આ અધિવેશન માં જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા , જાયન્ટ્સ ફેડરેશન ૩/બી ના નોમિનેટ પ્રમુખ કેતન ભાઈ રોજેસરા , જાયન્ટ્સ સંસ્થા ના ગ્રીન મેન સી.એલ.ભીકડીયા ની આગેવાની માં ૧૪ ડેલીગેટ ભાગ લઈ રહ્યા છે.
આ અધિવેશનમાં સમગ્ર ભારત ના જાયન્ટ્સ ગૃપો ની ,વિવિધ સેવાકીય પોજેક્ટ/પ્રોગ્રામ ની સમિક્ષા થશે.અને ઉત્તમ કમિગીરી અંતર્ગત એવોર્ડ આપી સન્માન કરવામાં આવશે.
તેમજ આ આગેવાનો ત્રિવેન્દ્રમ તથા આજુબાજુ ના ઐતિહાસિક અને જોવાલાયક સ્થળો ની મુલાકાત લેશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300