અમરેલી : ફિર એક બાર મોદી સરકારના સૂત્ર સાથે વોલ પેઇન્ટિંગ અભિયાનનો પ્રારંભ

અમરેલી જિલ્લામા ભાજપ દ્વારા ફિર એક બાર મોદી સરકારના સૂત્ર સાથે વોલ પેઇન્ટિંગ અભિયાનનો પ્રારંભ
અમરેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક કાર્યક્રમ દરેક લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેમા ફીર એક બાર મોદી સરકાર સૂત્ર સાથે પેઇન્ટિંગ અભિયાન કરી ચૂંટણીનો ભાજપ દ્વારા પ્રારંભ કરી દેવામાં આવ્યો છે આજે અમરેલી શહેરમા આવેલ કોલેજ સર્કલ નજીક ભાજપ દ્વારા ફિર એક બાર મોદી સરકાર સૂત્ર સાથેના પેઇન્ટિંગ અભિયાનનો અહીંથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમા મુકેશભાઈ સંઘાણી,જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા,જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરીયા,જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધાત,કરશનભાઇ,અમરેલી નગરપાલિકા પ્રમુખ સહિત સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ અભિયાનમાં કાર્યકરો ઉત્સાહ સાથે જોડાય આજથી પ્રારંભ કરી દેવાયો છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300