તારાપુર મોટી કેનાલ પાસે એલસીબીનો દરોડો : 16.27 લાખનો દારૂ ઝડપાયો

તારાપુર મોટી કેનાલ પાસે એલસીબીનો દરોડો : 16.27 લાખનો દારૂ ઝડપાયો
Spread the love

તારાપુર-ધર્મજ રોડ પર આવેલી મોટી કેનાલ નજીકથી એલસીબીએ કન્ટેનર માંથી રૂ.૧૬.૨૭ લાખની કિંમતની વિદેશી દારૂની ૯, ૮૫૨ બોટલો સાથે કન્ટેનર ડ્રાઈવરને ઝડપી પાડયો હતો. પોલીસે કુલ | રૂ.૨૬.૩૨ લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવર વિરૂદ્ધ । ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એલ્યુમિનીયમના ટીનની ખોટી બીલ્ટી બતાવનાર ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધાયો આણંદ એલસીબી પોલીસે બાતમીના આધારે તારાપુર ગામની સીમમાં મોટી કેનાલ નજીક તારાપુર- ધર્મજ રોડ ઉપરથી એક શંકાસ્પદ કન્ટેનરને રોકીને ડ્રાઇવરની પૂછપરછ કરતા ડ્રાઈવરે ઐલ્યુમિનીયમના ટીન ભરેલા હોવા અંગેની બીલ્ટી બતાવી હતી પરંતુ એલસીબીને ચોક્કસ માહિતી હોવાથી કન્ટેનર ખોલી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

જેથી કન્ટેનરને તારાપુર પોલીસ ।સ્ટેશને લાવવામાં આવ્યું હતું. જ્યાં, ગણતરી કરતા ૩૮૦ બોક્સમાં વિદેશી દારૂની રૂ.૧૬,૨૭,૦૮૦ની કિંમતની ૯,૮૫૨ બોટલો મળી આવી હતી. એલસીબીએ દારૂનો જથ્થો તથા કન્ટેનર અને એક મોબાઇલ મળી રૂ.૨૬,૩૨,૦૦૦નો મુદ્દામાલ કબજે લઈને કન્ટેનરના ડ્રાઇવર વિજય બંડા ઉજના ધનગર (રહે. ઓએનજીસી નજીક, કોલ્હાપુર, મહારાષ્ટ્ર) વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તારાપુર પોલીસને અંધારામાં રાખીને આણંદ એલસીબીએ ૩૦ દિવસમાં બીજી વખત વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. ગત તા.૧૫ ડિસેમ્બર ના રોજ પણ આણંદ એલસીબીએ તારાપુર સ્ટેટ હાઇવે પર આવેલી આ જ મોટી કેનાલ પરથી સિમેન્ટનાંટેન્કરની આડમાં લઈ જવાતો ૧૧,૫૮૦ બોટલ દારૂ સહિત રૂ.૯૯.૨૧ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. ત્યારે તારાપુરમાં સાંજના સમયે મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

રિપોર્ટર ‌: મંહમદ રફિક જે દિવાન (તારાપુર)

IMG-20240119-WA0050-0.jpg IMG-20240119-WA0051-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!