કલ્યાણપુરા ગામે પ્રાથમિક શાળા ખાતે ૭૫માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

“દીકરીને સલામ દેશને નામ” આ કાર્યક્રમ અંતર્ગત કલ્યાણપુરા ગામની દીકરી ઠાકોર અંજલીબેન લાભુભાઈ ને સિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા…કલ્યાણપુરા શાળાના શિક્ષક રાહુલ કપિલભાઈ.વી ને પ્રતિભાશાળી શિક્ષકનું પ્રમાણપત્ર આજરોજ એનાયત કરવામાં આવ્યું…
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે ૭૫માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કલ્યાણપુરા પ્રાથમિક શાળાનાં સ્કૂલના આચાર્ય નવલદાન ગઢવી, ગામનાં પૂર્વ સરપંચ,તલાટી કમ મંત્રી, સીક્ષક સ્ટાફ,ગામનાં આગેવાનો અને યુવાનો ની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો.મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજનાં ધ્વજ વંદન કાર્યક્રમ માં કલ્યાણપુરા શાળાના પ્રિન્સિપાલ નવલદાન ગઢવી નાં વરદ હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. સાથે સાથે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી ગ્રામજનો ને મંત્રમુગધ કર્યા હતાં. તો બીજી તરફ ઉત્તીર્ણ ટકાવારી મેળવનાર વિધાર્થીઓને શાળા દ્વારા દ્વારા પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરાયું હતું.
દીકરીને સલામ દેશને નામ આ કાર્યક્રમ અંતર્ગત કલ્યાણપુરા. ગામની દીકરી ઠાકોર અંજલીબેન લાભુભાઈ ને સિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને કલ્યાણપુરા શાળાના શિક્ષક રાહુલ કપિલભાઈ.વી ને પ્રતિભાશાળી શિક્ષકનું પ્રમાણપત્ર આજરોજ એનાયત કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે રાધનપુર તાલુકાની અંદર સારી કામગીરી કરનાર શિક્ષકને આ પ્રતિભાશાળી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.. જેમાં કલ્યાણપુરા ગામનાં શાળાનું ગૌરવ કપિલભાઈ.વી શિક્ષક ને આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
કલ્યાણપુરા ગામ ખાતે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે દર વર્ષે જે દીકરીઓ વધુ ભણી હોય તેનું સન્માન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ પણ આવું દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી. આજનાં કાર્યક્રમ નાં અંતે ગુંદી તેમજ ગાંઠિયા ની પ્રસાદી કલ્યાણપુરા ગામનાં રાવળ રાજુભાઈ વીરાભાઇ, ઠાકોર કાળુભાઇ દ્વારા શાળાના બાળકો અને ગ્રામજનો ને આપવામાં આવી હતી. આમ કલ્યાણપુરા ગામ ખાતે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામનાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300