પાટણ: સિધ્ધપુર ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી

પાટણ: સિધ્ધપુર ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી
Spread the love

આજરોજ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આરોગ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. મંત્રીએ ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને પાટણના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમારોહનાં અધ્યક્ષ એવા આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ પરેડના નિરીક્ષણ બાદ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને અભિવાદન કરીને જણાવ્યું હતુ કે,આજે સમગ્ર દેશ 75 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે. ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરેલા નામી અનામી સ્વાતંત્ર્ય વીરો, ઉપસ્થિત મહાનુભાવો અને સર્વે ગુજરાતી બાંધવોને પ્રજાસત્તાક પર્વની કોટી કોટી શુભેચ્છા. માતાના પ્રેમથી, ઉપકારથી જોડાયેલ અને માતૃશ્રાદ્ધ માટેની એકમાત્ર પાવન ભૂમિ સિદ્ધપુરની આ ઐતિહાસિક ભૂમિ આવીને હું ધન્યતા અનુભવી રહ્યો છે. મંત્રીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરતા જણાવ્યુ હતુ કે, 22 મી જાન્યુઆરીએ આપણે અયોધ્યામાં જે જોયું તે આવનારા વર્ષો સુધી આપણી સૌની યાદોમાં કોતરાઈ જશે. આજે સદીઓ બાદ ભારતમાં નવ ચેતના જાગી છે. જેના પરિણામરૂપ અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા છે. સદીઓની આપણી તપસ્યા હવે ફળી છે.

મંત્રી વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાતે વિકસિત ભારત 2047ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં લીધા છે. સ્વચ્છ ભારત અભિયાન, મેરી મીટ્ટી મેરા દેશ અને વાઈબ્રન્ટ ગુજરાત-2024ના સફળ આયોજન દ્વાર ગુજરાતના ઔધોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે. આજે ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણની અપ્રતિમ ચેતના જાગી છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે અબાલવૃદ્ધના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. ગરીબ અને મધ્યવર્ગના લોકો માટે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે મા કાર્ડની શરૂઆત કરી આજે 2 લાખ રૂપિયાની સહાયથી શરૂઆત થયેલ મા યોજના રૂ.10 લાખની સહાય આપતી થઈ છે. મંત્રીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કૃષિ મહોત્સવ થકી લાભ મેળવેલ ખેડૂતો, ગુજરાત નારિયેળી વિકાસ મિશન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, નારી ગૌરવ નિતી, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, શોધ યોજના, યુવા સ્વાલંબન યોજના, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલીસી અને એપ્રેન્ટીસશીપ તાલીમો, વગેરે વિશે વાત કરી હતી. મંત્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાતના યુવાનો હવે જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બન્યા છે. મંત્રી સિદ્ધપુરના વિકાસની વાત પણ કરી હતી અને જણાવ્યુ હતુ કે જે રીતે સિદ્ધપુરનો વિકાસ થઈ રહ્યો છે તે જોતા કહી શકાય કે સિદ્ધપુરના લોકોને હવે એક નવું જ સિદ્ધપુર જોવા મળશે.

આજરોજ આયોજીત પ્રજાસતાક પર્વની ઉજવણીમાં જિલ્લાની વિવિધ શાળા અને કોલેજ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. તેમજ જિલ્લાનાં વિવિધ વિભાગ દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દર્શાવતા ટેબ્લો રજુ કરવામાં આવ્યાં હતા. આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિવિધ અધિકારીઓ-કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આજે સિદ્ધપુર મુકામે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં અધ્યક્ષ તરીકે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી, જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, વિવિધ આગેવાનો તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓએ તેમજ બહોળી સંખ્યામાં નાગરીકોએ ઉપસ્થિત રહી પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ઉજવણી કરી હતી.

રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240126-WA0039.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!