હું સંયુક્ત ભારતનું પ્રતિનિધિત્વ કરુ છુઃ નૂસરત જહાં

મુંબઇ,
સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં સંસદમાં શપથ દરમિયાન પોતાની માંગમાં સિંદૂર અને હાથોમાં બંગડીઓ પહરવા પર થઇ રહેલી ટીકાઓ પર જવાબ આપ્યો છે. નુસરત જહાંએ કÌšં છે કે તે એક સંયુક્ત ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. Âટ્વટર પર જહાંએ કÌšં, ‘હું સંયુક્ત ભારતનું પ્રતિનિધિત્વ કરું છું જે જાતી, પંથ અને ધર્મની મર્યાદાઓથી ઉપર છે.’ એમણે સાથે કÌšં કે, એ આજે પણ મુÂસ્લમ છે અને તમામ ધર્મોનું સમ્માન આપે છે.
જહાંએ કÌšં કે, ‘હું આજે પણ મુÂસ્લમ છું અને કોઇએ એ વાત પર ટિપ્પ્ણી ન કરવી જાઇે કે હું શું પહેરીશ. શ્રદ્ધા, પહેરવેશથી ઉપર છે અને તમામ ધર્મોમાં અમૂલ્ય સિદ્ધાંતો પર વિશ્વાસ કરવા અને અભ્યાસ કરવામાં અધિક છે.
સંસદમાં ૨૫ જૂને શપથ દરમિયાન સિંદૂર અને બંગડીઓ પહેરવા પર નુસરત જહાંની ટીકા કરવામાં આવી હતી, તેમને બિન મુÂસ્લમ બતાવી હતી અને મુÂસ્લમોના એક જૂથે તેમના વિરુદ્ધ ફતવો જાહેર કર્યો હતો.
જહાંએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર કેપ્શનમાં લખ્યું, ‘કોઇપણ ધર્મના કટ્ટર લોકો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર ધ્યાન આપવું અને પ્રતિક્રિયા આપવી માત્ર ઘૃણા અને હિંસાને જન્મ આપે છે, અને ઇતિહાસ આ વાતની સાબિતી આપે છે’.