લાંબી રજાઓ બાદ આજથી સુપ્રિમ કોર્ટમાં હાથ ધરાશે મહ¥વના કેસોની સુનાવણી

ન્યુ દિલ્હી,
ફરી એક વખત અયોધ્યા અને રાફેલ જેવા મુદ્દા ગરમાય તેવા એંધાણ વર્તાયા છે. છ અઠવાડિયાના ઉનાળુ વેકેશન બાદ સુપ્રીમ કોર્ટ સોમવારે શરૂ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટ રાફેલ પર થયેલી પુનર્વિચાર અરજી અને ચોકીદાર ચોર છે નિવેદનને સુપ્રીમ કોર્ટના હવાલાથી કહેવા પર રાહુલ ગાંધી વિરુદ્ધ અવમાનના મામલે પોતાનો ફેંસલો સંભળાવી શકે છે.
સાથે જ અયોધ્યા જેવા સંવેદનશીલ મામલે પણ સુનાવણી કરશે. ચીફ જÂસ્ટસ રંજન ગોગોઈના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટ ૩૧ જજાની પૂર્ણ સંખ્યા સાથે કામ કરશે.
એ પણ પૂરી સંભાવના છે કે ચીફ જસ્ટીસ ગોગોઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની પીઠ પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહા અને અરૂણ શૌરી તથા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા રાફેલ કરારની તપાસ કરવાવાળી પુનર્વિચાર અરજી પર આવતા સપ્તાહે પોતાનો ફેંસલો સંભળાવશે.
તો વાતચીત દ્વારા અયોધ્યા વિવાદનો ઉકેલ કાઢવાનો પ્રયાસ કરી રહેલી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એફએમઆઈ કલીફુલ્લાની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની સમિતિ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. રાજકીય અને ધાર્મિક દ્રÂષ્ટકોણથી અત્યંત સંવેદનશીલ અયોધ્યા મુદ્દે પણ આ રિપોર્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.