મોરબીના રામધન આશ્રમ ખાતે તા.17 થી રામકથા જ્ઞાનયજ્ઞ નું આયોજન

મોરબીના રામધન આશ્રમ ખાતે તા.17 થી રામકથા જ્ઞાનયજ્ઞ નું આયોજન
Spread the love

જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ, મહેન્દ્રનગરના ભક્તો તેમજ આજુબાજુની સોસાયટીના ભક્તો, આશ્રમના સેવક સમુદાય દ્વારા તા. ૧૭ ફેબ્રુઆરીથી મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ રામધન આશ્રમ ખાતે શ્રી રામ કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં તા. ૧૭-૦૨ ને શનિવારે બપોરે ૨ કલાકે પોથીયાત્રા નીકળશે જે રામજી મંદિર મહેન્દ્રનગરથી રામધન આશ્રમ ખાતે પધારશે તેમજ કથા વિરામ તા. ૨૫-૦૨ ના રોજ કરાશે કથા દરમિયાન શિવ વિવાહ, શ્રીરામ પ્રાગટ્ય, રામસીતા વિવાહ, ભરત મિલાપ, રાંદલ ઉત્સવ, યજ્ઞ, રામેશ્વર સ્થાપન સહિતના પ્રસંગો ઉજવાશે શ્રી રામકથાના મુખ્ય યજમાન તરીકે શ્રી ઉમિયા માતાજી અને હનુમાનજી મહારાજ બિરાજમાન થશે બાળ વિદુષી રત્નેશ્વરીદેવી (રતનબેન) ગુરુશ્રી ભાવેશ્વરી માતાજી કથાનું રસપાન કરાવશે કથા શ્રવણ સવારે ૯ થી ૧૧ અને બપોરે ૨ થી ૬ વાગ્યા સુધી રહેશે તેમજ તા. ૨૩ ના રોજ ૧૦૮ લોટા રાંદલ તેમજ યજ્ઞ પવિત્ર કાર્યક્રમ યોજાશે જેનો ભક્તોએ લાભ લેવા શ્રી રામધન આશ્રમની યાદીમાં જણાવ્યું છે

રીપોર્ટ : જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20221221-WA0020-0.jpg 13-28-46-RAM-KATHA-1.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!