પીપરાળા ચેકપોસ્ટ પરથી પોલીસે ભારતીય ચલણ ની બનાવટી નોટો સાથે એક ઈશમ ને ઝડપી પાડ્યો

પીપરાળા ચેકપોસ્ટ પરથી પોલીસે ભારતીય ચલણ ની બનાવટી નોટો સાથે એક ઈશમ ને ઝડપી પાડ્યો
Spread the love

પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસે નકલી નોટો સાથે એક ઈસમને ઝડપ્યો જે બાતમીના આધારે પીપરાળા ચેક પોસ્ટ નજીક થી ભારતીય ચલણ ની નકલી નોટો ઝડપાઈ છે.જેમાં 500ના દરની 446 નોટો મળી કુલ 2લાખ 23હજાર ની નકલી નોટો ઝડપયાઈ હતી.

પાટણ જિલ્લાના સાંતલપુર પીપરાળા ચેક પોસ્ટ પરથી ભારતીય ચલણ નાંણાની રૂપિયા.500ના દરની બનાવટી નોટો નંગ-446 સાથે સાંતલપુર પોલીસે એક આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.બાતમી નાં આધારે ગણેશ ટ્રાવલ્સની લકઝરી બસ નં- AR.01.T.8969ની અંદર ગણેશ કામત નામનો એક ઇસમ જેણે શરીરે સફેદ કાળા બ્લ્યુ કલરના પટ્ટાવાળુ ટી- શર્ટ તથા કાળા કલરની નાઇટી અને જેકેટ પહેરેલ છે. જે ઇસમ લકઝરી બસમાં સિંગલ શીટની લાઇનમાં પ્રથમ શીટની ઉપરના ભાગે સુતલો છે જે બિકાનેર રાજસ્થાનથી મોરબી જઇ રહેલ છે જેની પાસે ભારતીય નાંણાની બનાવટી ચલણી નોટો છે અને જે લકઝરી બસ વહેલી સવારના સાંતલપુર થઇને આડેસર કચ્છ તરફ જનાર છે .જે હકિકત આધારે પીપરાળા ચેકપોસ્ટ ખાતે પંચોના માણસો સાથે નાકાબંધી કરીને સઘન વાહન ચેકિંગ કરતાં બાતમી હકિકતવાળો ઇસમ ગણેશ લકઝરી બસમાંથી મળી આવતાં તેનું નામ ઠામ પુછતાં પોતાનું નામ ગણેશ સ/ઓ બિહારી બેકુ જાતે-કામત ઉ.વ.૨૪ રહે- હાલ બિકાનેર, જસુસર ગેટ દેવીસિંહજી ના મકાનની પાછળ વોર્ડ-4 તા.જિ.બિકાનેર (રાજસ્થાન) મુળ-ડોર તા થાણુ ફુલપુરાશ જિ.મધુબન્ની (બિહાર)વાળો હોવાનું જણાવ્યું હતું .

ગણેશ નામના વ્યક્તિ પાસે પર્સમાંથી ભારતીય ચલણી નાંણાની રૂ.500ના દરની બનાવટી નોટ નંગ-06 તેમજ તેની પાસે રહેલ કપડાના થેલામાંથી ભારતીય ચલણી નાંણાની રૂ.500ના દરની બનાવટી નોટ નંગ-440 મળી કુલ બનાવટી નોટ નંગ-447 કુલ રૂ.2.23,000 ના દરની ગણીને તેમજ મોબાઇલ ફોન-01 કિ.રૂ.10000- તેમજ યુનિયન અને SBI બેન્કના ડેબીટ કાર્ડ 03, પાસબુક 01, ચેક બુક-01, રૂ.50 ના દરની નોટ-1. રૂ.5 ના દરની નોટ-01, રૂ.2 ના દરની નોટ-01 જે સાચી નોટો મળી કુલ રૂ.10057 નો મુદ્દામાલ કબ્જે કરી એફ.એસ.એલ. અધિ. પાટણ અને SBI બેંક મેનેજર રાધનપુર પાસે બનાવટી નોટો ચકાસણી કરાવતાં તમામ બનાવટી નોટો હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવીને પકડાયેલ આરોપી ગણેશ તથા બનાવટી નોટ આપનાર આરોપી દેવકિશન ઓઝા રહે બિકાનેર રાજસ્થાનવાળા વિરૂધ્ધ સાંતલપુર પોલીસ સ્ટેશન માં ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240215_143905-1.jpg IMG-20240214-WA0037-0.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!