પાટણ : સરસ્વતી શિશુ મંદિરે મંત્રીશ્રી ઉપસ્થિતીમાં છબી અનાવરણનો કાર્યક્રમ યોજાયો

પાટણ : સરસ્વતી શિશુ મંદિરે મંત્રીશ્રી ઉપસ્થિતીમાં છબી અનાવરણનો કાર્યક્રમ યોજાયો
Spread the love

વિદ્યા ભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત સરસ્વતી શિશુમંદિર ખાતે શિશુવાટીકા વિભાગના દાતા સ્વ.લક્ષ્મીબેન માણેકલાલ ઓતિયાની છબી અનાવરણનો કાર્યક્રમ યોજાયો. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી, ભારત સરકારના મંત્રી પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતીમાં આયોજીત આ કાર્યક્રમમાં મંત્રી દ્વારા સંસ્થાના વિકાસ માટે રૂ.11 લાખનું દાન આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

આજરોજ આયોજીત કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવવામાં આવી હતી. આજના કાર્યક્રમને સંબોધન કરતા મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતુ કે, વિદ્યાર્થીઓમાં કેળવણીનું જતન આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આપણી જુની પ્રણાલીકા ફરીથી બાળકોમાં સ્થાપિત થાય તે માટે વિદ્યાભારતી અને શિશુ મંદિરની શરૂઆત થઈ છે. મંત્રીએ ઉદ્બોધનમાં પોતાના અનુભવો વર્ણવ્યા હતા. મંત્રી માતૃભાષા પર ભાર આપતા જણાવ્યું હતુ કે, હું અંગ્રેજી ભાષાનો વિરોધ નથી કરતો, પરંતુ આપણે નવી પેઢીને માતૃભાષા સાથે જોડવી જ જોઈએ. જો આપણે નવી પેઢીને માતૃભાષા સાથે નથી જોડતા, જો તેઓને આપણે આ સંપતિ નથી આપતા તો આપણે તેઓની સાથે અન્યાય કરી રહ્યા છીએ. મંત્રી સંયુક્ત કુટુંબનું મહત્વ સમજાવતા જણાવ્યુ હતુ કે, સંયુક્ત કુટુંબમાં બાળકોને જે શીખવા મળે છે તેવા ગુણો બાળકોને બીજે ક્યાંય શીખવા નથી મળતા. મંત્રીએ દેશની ઈકોનોમી, રામ મંદિર નિર્માણ, ચંદ્રાયાનની સફળતા, મિલેટ્સને કઈ રીતે સમગ્ર વિશ્વએ અપનાવ્યું તેમજ યોગને આજે વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન મળ્યું તે વિશે ગૌરવભેર વાત કરી હતી.

આજના કાર્યક્રમના અતિથી વિશેષ પ્રવિણભાઈ ઓતિયાએ(વરિષ્ઠ પ્રચારક-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) પોતાના અનુભવો જણાવ્યા હતા. આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સામાજીક કાર્યકર સેવંતીભાઈ પટેલ, પ્રાધ્યાપક લક્ષ્મણભાઈ ભુતડીયા, વ્યવસ્થા પ્રમુખ નવીનભાઈ પ્રજાપતિ, કાર્યક્રમના સંયોજક નિતિનભાઈ પટેલ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240214-WA0008-1.jpg IMG-20240214-WA0010-2.jpg IMG-20240214-WA0007-0.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!