ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કાર નીચેથી મળ્યો મૃતદેહ

ગાંધીનગર,
શહેરની સિવિલ હોસ્પિટલ જાણે મોત માટેનું ડેસ્ટિનેશન બની ગયું છે. સારવાર લેવા આવતા અનેક દર્દીઓ પોતાના દર્દના કારણે પીડા સહન નહી કરતા મોતને વહાલું કરે છે. હાલમાં જ ઇન્ડોર હોસ્પિટલમાં ૫ જેટલા લોકોએ જંપ લગાવી મોતને વહાલું કર્યુ છે. ત્યારે સવારે જુના લેબર વોર્ડની બાજુમાં પડેલી એક કારની નીચેથી ૫૦ વર્ષીય આધેડનું અડધું શરીર અંદર અને અડધુ શરીર બહાર દેખાય તે રીતે મૃતદેહ જાવા મળ્યો હતો. આ બાબતે સિક્્યુરીટી સ્ટાફ દ્વારા હોસ્પિટલના આર.એમ.ઓને જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મૃતદેહ ગાંધીનગરના તારાપુર ગામમાં રહેતા ૫૦ વર્ષીય શૈલેષ વાળંદનો છે. મૃતક છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતો. જે અગાઉ સિવિલ હોÂસ્પટલમાં સારવાર મેળવતો હતો. જ્યારે ગત્ મોડી રાત્રે તેના ભાઈ દ્વારા તેની હાથ ખર્ચી માટે ૧૫૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. રૂપિયા લઈને શૈલેષ હોÂસ્પટલના કેમ્પસમાં આવ્યો હતો. પરિણામે આજે સવારે તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.